- જેતપુર ,ધોરાજી, ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જાનહાની ટળી
- આગથી સફેદ કાપડ, પ્રિન્ટિંગ કાપડ અને રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ, આશરે ત્રણ કરોડનું નુકસાન
જેતપુર શહેરના નવાગઢ હાઇવે ના કાઠે આવેલા વેકરીયા ઉદ્યોગ નગર વિસ્તારમાં અબીકા ડાઇગ નામના કારખાનામાં મોડી રાત્રીના આશરે બેથી ત્રણ વાગ્યા ના સમયે આગ ભભૂકી હતી. ભીષણ આગના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા.આગની ઘટનાની જાણ જેતપુર, ધોરાજી અને ગોંડલ નગરપાલિકાને જાણ કરતા 6 ફાયર ફાઈટર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવયો હતો. જેથી પ્રિન્ટિંગ કાપડ , સફેદ કાપડ , મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થયો છે. અંદાજે ત્રણેક કરોડ નું નુકસાની હોવાનું માલિકે જણાવેલ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી આ બનાવને પગલે પોલીસ સ્ટાફ , એફ એસ એલ સહિતનો કાફલો દોડી જઈ આગનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે. વધુ વિગત મુજબ જેતપુર -ઉપલેટા ધોરીમાર્ગ પર આવેલા નવાગઢ ગામ પાસે ઉદ્યોગનગરમાં વિસ્તારમાં આવેલી અંબિકા ડાયમંડ નામની ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભુકી હોવાની જેતપુર નગરપાલિકા ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા ફાયર બ્રિગેડના સ્ટાફે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ગોંડલ અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરને આગને બુજાવવા માટે જાણ કરતા ફાયર બિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. છ ફાયર ફાઈટર ની મદદથી સવારે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આ આગથી પ્રિન્ટિંગ કાપડ , સફેદ કાપડ તેમજ મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. આશરે ત્રણ કરોડનું નુકસાન થયું હોવાનું અંબિકા ઇન્ડસ્ટ્રીઝના માલિકે જણાવ્યું હતું. આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા એફ એસ એલ સહિતનો કાફલો દોડી ગયો હતો અને આગનું કારણ તેમજ નુકસાનીનુ આકડો જાણવા તપાસ હાજરી છે. આગ રાત્રિના સમયે લાગે હોવાથી મોટીજાન હાની ટળી છે.