- ધમકી આપી અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરી બદનામ કર્યાની પાલિકાના પૂર્વ સદસ્ય અને મહિલા કોંગી આગેવાને લેખીત અરજી કરી તી
- પોલીસે સાહેદો અને સીસી ટીવી કુટેજ ના આધારે તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી કર્યુ !!
- જેતપુર નગરપાલિકાના પૂર્વે સદસ્ય અને મહિલા કોંગી અગ્રણીએ તંત્રને ઉંધા માર્ગે દોરવામાં કાળીબેન સામે સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઇ વેગડા નામની મહિલાએ કલ્પેશભાઇ રાંક નામના યુવકે ધમકી આપ્યાની સીટી પોલીસ મથકમાં લેખીત ફરીયાદ આપી હતી.
જેમાં ગત તા. 14 એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની રાત્રે ગોંડલ દરવાજા વિસ્તારમાં મ્યુઝીકલ નાઇટનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં શારદાબેન વેગડા 12.30 કલાકે ઘરે જતા હતા ત્યારે કલ્પેશભાઇ રાંકે અપશબ્દો બોલી અને જાની મારતી નાખવાની ધમકી આપ્યાની અને સોશ્યલ મીડીયામાં અભદ્ર ટીપ્પણી કરી બદનામ કરે તેવી આક્ષેપ સાથે ફરીયાદ અરજીમાં જણાવ્યું હતું.
આ બનાવની પી.આઇ. એ.ડી. પરમારે તપાસ સંભાળી સાહેદો અને સામેવાળાના નિવેદન લીધેલા જેમાં અરજીમાં જણાવેલા આક્ષેપોને સમર્થન આપ્યું ન હતું. તેમજ સીસી ટીવી કુટેજ ચેક કરતા જેમાં આક્ષેપ ને સમર્થન મળેલું નથી. તેમજ બનાવના છ – દિવસ બાદ કોઇના શીખવ્યા મુજબ અરજી કરી છે.
પોલીસ તપાસમાં અરજીના આક્ષેપ વાળો કોઇ બનાવ બનેલો નથી તેમ છતાં ખોટી માહીતીને સાચી માહીતી તરીકે ઉપયોગ કરી ખોટી લેખીત અરજી કરી છે. આજી પોલીસે શારદાબેન સામે સીટી પોલીસ મથકમાં પોલીસને ગેર માર્ગે દોરવાનો ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. આર.એચ. જાસીયા ચલાવી રહ્યા છે. શારદાબેન વેગડા સામે મારામારી, ધમકી, જાહેરનામા ભંગ અને આપઘાતની ફરજ પાડવા સહિત આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.