વરસાદમાં ફસાયેલા બાળકોને સલામત ઘરે પહોચાડાયા
જેતપુરના પેઢલા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા 40 જેટલા બાળકો તેે આવ્યા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને સારંગ નદી બે કાંઠે થઇ હતી. જેના પરિણામે સ્કૂલ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા બાળકોને ઘેર પહોંચવામાં મુશ્કેલી થાય તેવી સ્થિતિ નિર્માણ પામતા તેમના વાલીઓ ચિંતાતુર બન્યા હતા.
આ અંગેની જાણ થતા જેતપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતની ટીમોએ સ્કૂલ ખાતે દોડી જઇ આ 40 બાળકોને પાલિકાના ફાયર વિભાગની સીડીઓ મુકીને રેસ્કયુ કરી સહી સલામત તેમના ઘેર પહોંચાડ્યા હતા. જો કે દર ચોમાસામાં સ્કૂલમાં ભારે વરસાદ ટાંકણે હેરાનગતિ થતી હોય વાલીઓએ સ્કૂલનો મેઇન ગેટ હાઇવે પર કરવા અથવા નક્કર કામગીરી કરી રસ્તો કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી