સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડતા પોલીસબેડામાં ખળભળાટ
31 ડિસેમ્બરની દારુ સાથે ઉજવણી કરવા માટે જેતપુરના બે બુટલેગરે વિદેશી દારુ મગાવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અમરનગર રોડ પર આવેલા વિવેકાનંદ સ્કૂલ પાછળ સોમનાથ સોસાયટીમાં દરોડો પાડી રુ.72 હજારની કિંમતની 192 બોટલ વિદેશી દારુ મળી આવતા કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.
રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે દરોડો પાડી દારૂના જથ્થા સાથે તેની પત્નીને પકડી પાડી છે જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે કૂવાડવા પોલીસ મથક હેઠળ આવતાં નવાગામના ગોડાઉનમાં ત્રાટકીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. તપાસના ચક્રો ગતિમાન કર્યા સ્ટેટ મોનિટરિંગ સેલના ઉઢજઙ કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ ઙજઈં આર.એ.જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં ત્રાટકીને દારૂની 192 બોટલ પકડી પાડી હતી.
દરોડો પાડ્યો એ સમયે બૂટલેગર ત્યાં હાજર નહોતો પરંતુ તેની પત્ની અમિતાબેન પ્રવીણભાઈ ગાંડુભાઈ ઠેસીયા ત્યાં હાજર હોય તેને નોટિસ ફટકારાઈ હતી. જ્યારે બૂટલેગર પ્રવિણ ગાંડુભાઈ ઠસાયા હાજર નહિ મળા આવતા તન પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી 72000 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 192 બોટલ, એક વાહન મળી કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે બૂટલેગરો પ્યાસીઓ સુધી કોઈ પણ ભોગે દારૂ પહોંચવા માટે મેદાને ઉતરી ગયા છે.