વાઇસ ચેરમેન પદે કરાઇ કર્ણાટકના સિદ્પ્પા હોતીની નિયુક્તી
નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીંગ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તી કરવા માટે આજે સવારે રાજધાની દિલ્હી ખાતે નાફેડની વડી કચેરીએ ચૂંટણી યોજાઇ હતી. જેમાં લાંબી ખેંચતાણ બાદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે સિદ્પ્પા હોતીની નિયુક્તી કરવામાં આવી હતી.
નાફેડના 21 ડિરેક્ટરોની ચૂંટણી ગત 16 મેના રોજ યોજાઇ હતી. જેમાં મોટાભાગના ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આજે સવારે નાફેડની વડી કચેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવા માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી. સવારે 10 કલાકે ચૂંટણી યોજાશે. તેવી ઘોષણા કરાઇ હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ ન મોકલવામાં આવતા ચૂંટણી એક કલાક પાછી ઠેલાઇ હતી અને સવારે 11 કલાકે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારથી તમામ 21 ડિરેક્ટરો પાર્ટી દ્વારા મોકલવામાં આવનાર મેન્ડેટની રાહ જોતા હતા. બરાબર 11 કલાકે પક્ષ હાઇકમાન્ડ દ્વારા બે નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની ચેરમેન તરીકે અને કર્ણાટકના સિદ્પ્પા હોતીની વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવા માટે પાર્ટીવાઇસ ચેરમેન પદે કરાઇ કર્ણાટકના સિદ્પ્પા હોતીની નિયુક્તી
દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. આ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને ચેરમેન પદ આપવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી હતી. પરંતુ પાર્ટીએ જેઠાભાઇ ભરવાડ પર પસંદગીનું કળશ ઢોળ્યું હતું. દેશની સૌથી મોટી બે સહકારી સંસ્થાઓ પણ હવે ગુજરાતનો કબ્જો થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઇફ્કોના ચેરમેન તરીકે તાજેતરમાં સતત બીજી વખત સહકારી અગ્રણી દિલીપભાઇ સંઘાણી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. દરમિયાન આજે નાફેડના ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડની વરણી કરવામાં આવી હતી. આ અગાઉ નાફેડના ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના વિજેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના સુનિલસિંહ ફરજ બજાવી રહ્યા હતા. નવ નિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને નાફેડના તમામ ડિરેક્ટરોએ શુભકામના પાઠવી હતી. નવ નિયુક્ત હોદ્ેદારોએ નાફેડને નવી ઉંચાઇ પર લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.