આઉટ સોર્સીગથી થતી કામગીરી ઉપર રોક લાગતા ૩૮૪ ઇલેકટ્રીક આસ્ટીસ્ટન્ટની ભરતી થશે: ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળની રજૂઆત સફળ નીવડી
રાજયની ઉર્જાક્ષેત્રની વિજળીનુ ટ્રાન્સમીશનન કોર્પોરેશન લી: (જેટકો) દ્વારા આજે એક ઓફિસ ઓર્ડર બહાર પાડીને ૬૬કે વિના ૪૮ સબસ્ટેશનોની આઉટ સોસીંગ કોન્ટ્રાકટ પ્રથા રદ કરી, કંપનીના કર્મચારીઓ દ્વારા ચલાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેને ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્મ મંડળ આવકારે છે. મંડળના કાર્યકારી પ્રમુખ ગીરીશભાઇ પરમાર દ્વારા જેટકો કંપનીના મેનેજીંગ ડીરેકટરને તા.૮-૬-૨૦૨૦ના રોજ પત્ર લખીને સરકારના હિતમા, રાજયની પબ્લીક અને કર્મચારી ઓના હિતમા આઉટ સોસીંગ પ્રથા રદ કરી કંપની દ્વારા જ સબસ્ટેશનો ચલાવવામાં આવે તે હિતાવહ છે. એવી રજૂઆત કરેલ જેને ગંભીરતાથી લઇ જેટકો કંપની મેનેમેન્ટ દ્વારા આજે એક ઓફિસ ઓર્ડર બહાર પાડી ૪૮ સબ સ્ટેશનોન્ડ આઉટ સોસીંગ કોન્ટ્રાકટ પ્રથા રદ કરી તેને ચલાવવામાટે ૧૯૨ ઓપરેટર અને ૧૯૨ ઓપરેટર અને ૧૯૨ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટની જગ્યાનુ મહેકમ પણ મંજૂર કરેલ છે. જેના કારણે ૧૯૨ ઇલે. આસીને સ્વીચ બોર્ડ ઓપરેટર આવશે. આમ રાજયના ૩૮૪ ઇલે. આસી.ની નવી ભરતી કરવામાં આવશે. આમ રાજયના ૩૮૪ બેરોજગાર એપ્રેન્ટીઓને કાયમી નોકરીપણ ઉપલબ્ધ થશે. જેટકો કંપની દ્વારા ૬૬ કેવી સબસ્ટેશન ચલાવવામાં આવે તે પ્રજા અને સરકારના હિતમાતો છે જ સાથે સાથે કર્મચારીઓના હિતમા છે. આમ જેટકો કંપની દ્વારા ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળની સકારાત્મક માંગણીનો સ્વીકાર કરી ૪૮ ૬૬ કે.વી. સબસ્ટેશનોના આઉટ સોસીંગ પ્રથા રદ કરવાના જેટકો કંપનીના નિર્ણયને આવકારે છે એમ મંડળના કાર્યકારી પ્રમુખ ગીરીશભાઇ પરમારની યાદીમા જણાવવામાં આવેલ છે.