મહિનાના અંત સુધીમાં આર્થિક અડચણને દૂર કરવામાં કરાશે મદદ
જેટ એરવેઝને અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જેટ એરવેઝ નાદારીના દ્વાર પર ઉભી હોવાથી એવી વાત સામે આવી રહી છે કે, જેટ એરવેઝની જો કોઈ વહારે આવે તો તે બચી શકે કારણ કે હાલ જેટ એરવેઝ આર્થિક અડચણનો ખૂબજ મોટો સામનો કરી રહ્યું છે.
ત્યારે વાત એવી પણ સામે આવી રહી છે કે, મહિનાના અંત સુધીમાં જેટ એરવેઝને જે નાણાકીય તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે નહીં કરવામાં આવે કારણ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેટ એરવેઝની વહારે આવ્યું છે અને એસબીઆઈ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે, જો જેટ એરવેઝ પોતાના કાયદામાં ફેરબદલ કરે તો એસબીઆઈ તેને મદદ કરવા તૈયાર છે.
કયાંકને કયાંક એવું પણ સામે આવી રહ્યું છે કે, જેટ એરવેઝની તકલીફનો જાણે અંત આવી ગયો હોય. કારણ કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે, તે જેટ એરવેઝની મદદ કરશે. કયાંકને કયાંક કહી શકાય કે જેટ એરવેઝ ખુબજ પ્રચલીત એર કંપની માનવામાં આવી રહી છે અને તે ભારતની એવીએશન ક્ષેત્રે ખૂબજ સા‚ સ્થાન ધરાવે છે. ત્યારે ઈન્વેસ્ટરોને જાળવી રાખવા અને પોતાની સાખની ચિંતા કરતા ગોયલ પરિવારના વહારે હાલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવી છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ત્યારે જેટ એરવેઝ નાદારી ન નોંધાવે તે માટે લેન્ડર કે જે લેણદાર છે તેઓએ થોડુ સહન પણ કરવું પડશે તેવી પણ વાત સામે આવી રહી છે. અનેક સંસ્થાઓ દ્વારા ગોયલને એ વાતનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે, થોડી મુડી જો જેટ એરવેઝમાં લાવવામાં આવે તો તેની કામગીરી શરૂ રહી શકે પરંતુ ઈતિહાદ એરવેઝ સાથેના તેમના સંબંધોને ધ્યાને લઈ આ પ્રસ્તાવને પણ મુલત્વી રાખવામાં આવ્યો હતો ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે મદદ કરવાની વાત સામે આવી રહી છે તે જોતા એવું માનવામાં આવે છે કે, ચાલુ માસના અંતિમ દિવસોમાં જેટ એરવેઝ પરનું જે દેણુ છે તે ચૂકતે થઈ જશે અને જેટ એરવેઝની આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ નહીં કરવો પડે.