કાર્લરોક કંપની અને યુએઈના લાલ જાલન જેટ એરવેઝના નવા માલિક બન્યા

હવે, જેટ એરવેઝ ફરી ઉડાન ભરવા સજજ થયું છે. લંડનની કાર્લરીક કંપનીએ જેટ એરવેઝની બીડ જીતી છે. યુએઈના રોકાણકર્તા મુરારી લાલ જાલન અને કાર્લરીક કંપની આ જેટ એરવેઝના નવા માલિક બન્યા છે જે હવે જેટ વિમાને ઉડવા પાંખો પુરી પાડશે.

કાલેરોક કંપનીના મેનેજીંગ પાર્ટનર આઈગોર સ્ટાફે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આ બીડ માટે ક્રેડીટર્સની મીટીંગ દ્વારા પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝ ગત વર્ષે ૨૦૧૯ના એપ્રિલ માસથી પોતાનો કારોબાર સમેટયો હતો. કંપની પર ૮ હજાર કરોડનો કર્જો થઈ ગયો હતો. આથી જેટ એરવેઝે પોતાની સંપતિઓની નિલામી કરવાનો નિર્ણય કર્યો હતો.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ માટે અનુમતિ આપી દીધી છે. મુંબઈની બ્રાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષને વેચી જેટ એરવેઝ એચડીએફસી પાસેથી લીધેલા ૩૬૦ કરોડના દેવાની ભરપાઈ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.