એરલાઇન્સના પૂર્વ કર્મચારીએ ષડયંત્ર રચી કોલોનેલ બેદીને ફસાવ્યા હોવાનો બચાવ
જેટ એરવેર્સની સુરક્ષા સંભાળતા વાઇસ પ્રેસીડેન્ટ કોલોનેલ અવનિત સિંઘ બેદીની જમીન કૌભાંડમાં ધરપકડ થઇ છે.
ગાઝીયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે દબાણ કરવાના આરોપ સબબ શનિવારે રાત્રે તેમના સાઉથ દિલ્હી ખાતેના નિવાસસ્થાનેથી સાહીદબાદ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી ઉત્તરપ્રદેશ બોર્ડર પરના ચીકમબેરપુર ગામની ૯૪૫ સ્કેવેર મીટર જમીન ઉપર દબાણનો આક્ષેપ છે જેને બેદીના પરીવારજનો ષડયંત્ર ગણાવી રહ્યાં છે.
આ પ્લોટ બોદીના માતાના નામનો હોવાનો બચાવ પરીવાર દ્વારા કરાયો છે. એરલાઇનસના જુના એમ્પલોઇ દ્વારા ષડયંત્ર રચીને બેદીને ફસાવવામાં આવ્યા હોવાનો બચાવ થયો છે.