કચ્છમાં અને મુંબઈમાં રહેતા કચ્છી માડુઓ માટે માઠા સમાચાર છે. કારણ કે ભુજથી મુંબઈ અને મુંબઈથી ભુજ આવતી જેટ એરની ફ્લાઈટ નિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. જો કે છેલ્લા ઘણા સમયથી આ ફ્લાઈટ અનિયમિત ચાલતી હતી. જેને લઈને આ મોટો બ્રેક આવ્યો છે.
જેટ એરવેઝે 31 માર્ચ સુઝી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે અને એપ્રિલ મહિનાની ટિકિટો બ્લોક કરી દીધી છે. પરિણામાં મુંબઈ-ભુજ-મુંબઈ વચ્ચેની હવાઈ સેવા અનિશ્ચિત સમયગાળા સુધી ખોરવાઈ જવાનો ભય ઉભો થયો છે.
કોર્પોરેટ વર્તુળોનાં જણાવ્યાં પ્રમાણે જેટ એરવેઝનું દેવું વધીને 8 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીના 119 વિમાનો પૈકી 53 વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા છે, એટલે કે જમીન ઉપર જ રાખી દેવાયા છે. અત્યારે જેટ એરવેઝની વિમાની સેવા અનિશ્યિત સમય માટે બંધ થયા બાદ ભુજમાં હવે દર સોમવારે એર ઇન્ડિયાની વિમાની સેવા જ ચાલુ રહેશે.