ભારતીય વિમાન ઉદ્યોગમાં જેટ એરવેઝની ઘર વાપસી નક્કી થઈ ગઈ છે. જેટ ફરી ઉડાન ભરશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ કંપનીના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. અને હવે તેના સમંબધિત લેખિત આદેશ પ્રકાશિત કર્યો છે. જેટ એરવેઝ કંપનીના નવા માલિકો કાર્લોક કેપિટલ અને મુરારી લાલ જલાનને ગત 22મી જૂને ટ્રિબ્યુનલે લેખિત આદેશમાં નાદારી કાયદા હેઠળ રિઝોલ્યુશનની યોજનાને મંજૂરી આપી દીધી હતી.
જેટ એરવેઝના રિઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવચારિયાએ સ્ટોક એક્સચેન્જોને એક નોટિસમાં કહ્યું હતું કે ઠરાવ યોજનાને મંજૂરી આપવા માટે ટ્રિબ્યુનલે “લેખિત આદેશ પ્રકાશિત કર્યો છે. ટ્રિબ્યુનલે 22મી જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલે સુનાવણી કરી હતી. અને હવે જેટ એરવેઝ એરપોર્ટ પર તેના સ્લોટની રાહ જોઇ રહી છે. આના પર, એનસીએલટીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (એમસીએ) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને સ્લોટ આપવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. સ્લોટ અંગેનો અંતિમ નિર્ણય ડીજીસીએનો રહેશે.
એનસીએલટીએ જણાવ્યું છે કે, સુનાવણી વખતે ડીજીસીએ (નાગરિક ઉડ્ડયન નિયામક) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સલાહકાર આશિષ મહેતા ઉપરાંત પક્ષકારો પણ હાજર હતા. “ઓર્ડર ઉચ્ચારવામાં આવે છે. અમુક નિર્દેશોના આધારે રિઝોલ્યુશનની મંજૂરી આપવામાં આવે છે. જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અરજદાર હતું જ્યારે સફળ ઠરાવ અરજદાર તરીકે જલાન કાર્લોક એલાયન્સ છે. તમામ હિસ્સેદારોને એ નોંધવાનું કહેવામાં આવ્યું છે કે 2020 માટે આઇએ નંબર 2081 (આંતરિક યોજના માટેની મંજૂરી) એ અમુક નિર્દેશોના આધારે અપાઈ છે.
જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, કંપની દરેક વિમાન માટે 50-75 કર્મચારી રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય સંકટને લીધે, એપ્રિલ 2019ના રોજ જેટ એરવેઝની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. જેટની કુલ 120 ફ્લાઇટ્સ હતી. જો કે, જ્યારે કંપની બંધ થઈ, ત્યારે તેની પાસે ફક્ત 16 ફ્લાઇટ્સ રહી હતી.