જેટ એરવેઝની રિયાધથી મુંબઈ આવતી ફ્લાઈટને એક મોટી ર્દુઘટનાનો સામનો કરવો પડ્યો હતો. રિયાધથી ટેક ઓફ દરમિયાન વિમાનનમાં ટેક્નીકલ ખામી આવી ગઈ હતી. પ્લેને રન-વે પર સ્પીડ પકડી લીધી હતી પરંતુ તે ઉડાન ન ભરી શક્યુ અને રન-વે ઉપર જ સ્પીલ થઈ ગયું હતું. જોકે તેમાં 142 મુસાફર અને સાત ક્રૂ મેમ્બરર્સને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે.
The pilot found an object on the runway and decided to abort take off, he must have braked hard to ensure the plane stops in the available length of the runway, investigation is pending: Airline report to DGCA https://t.co/BXFS2mcym8
— ANI (@ANI) August 3, 2018
જેટ એરવેઝે શુક્રવારે સવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, રિયાધથી મુંબઈ જતી ફ્લાઈટ 9 ડબ્લ્યૂ 523ના દરેક યાત્રીઓને સુરક્ષીત બહારકાઢીને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં અમારી ટીમ તેને મદદ કરી રહી છે. દરેકને જમવાનું અને જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી રહી છે.