ડી.આર.આઇ.ની કાર્યવાહી: ૭૫ હજારની લાલચમાં દાણાચોરીમાં સહાય કરી હોવાની કર્મચારીની કબુલાત
સોનાની દાણચોરી ખુલ્લેઆમ થઇ રહી હોય તેમ બનાવો સામે આવી રહ્યા છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રાઇવેટ એરલાઇન જેટ એરવેઝનો એક સિનિયર કર્મચારી અંસારી ૧.૨ કરોડની કિંમતના ચાર કિલો સોના સાથે ઝડપાયો છે.
જેટ એરવેઝ સીનીયર સર્વિસ સુપરવાઇઝર નદીમ અંસારીને ડાયરોટીરેટ ઓય રેવન્યુ ઇન્ટેલીજન્સી (ડીઆરઆઇ) દ્વારા રોકી દેવાયો હતો. અને તપાસ કરતા ૪.૦૫ કીલો સોનું મળ્યું હતું. અંસારીને કહેવાયું હતું કે જો તે વિમાનમાંથી બહાર નીકળવાનો પ્રબંધ કરી દેશે તો તેને ૭૫,૦૦૦ ‚ા આપવામાં આવશે. દુબઇમાંથી લાવવામાં આવેલ સોનું દેશમાં ઘુસાડવામાં આવે છે. જેટ એરવેઝે અંસારીની વધુ તપાસ માટે ધરપકડ કરી છે અને તે દ્વારા આગળની કાર્યવાહી થશે. સોનાની દાણચોરીના આ બનાવમાં રસપ્રદ બાબતએ છે કે દાણચોરે બિઝનેશ કલાસમાં યાત્રા કરી કારણ કે બિઝનેશ કલાકસના યાત્રીઓને વિમાનમાંથી બહાર નીકળવાનું વિશેષ અધિકારી મળે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અંસારીની જવાબદારી યાત્રી કાઉન્ટર પર ઓપરેશન (કાર્પો.) પર દેખરેખ રાખવાની છે પરંતુ તેઓ તેમની ડયુટી પર હતી નહીં.
સોનાની સાથે આવેલો શખ્સ ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો. અંસારીએ વર્ષ પહેલા જેટ એરવેઝ જોેઇન કર્યુ હતું તે મહિના માટે રેકેટનો હિસ્સો રહ્યા છે. તેમજ એક અઠવાડીયામાં તેણે બે થી ત્રણ ક્ધસાઇન્મેંટ હટાયા છે. જે દ્વારા તે ૧.૨૫ લાખ કમાઇ લેતો. એક અધિકારીએ જણાવ્યું કે, અંસારી એક કેરાલાઇટ દ્વારા સ્મલીંગ સિન્ડીકેટના સંપર્કમા: આવ્યા હતા. જેટ એરવેજના એક પ્રવકતાએ કહ્યું કે, તમામ એરલાઇન કર્મચારીઓએ કંપનીના નિયમો અને નિયંત્રણની સાથે સાથે દેશની સીમા શુલ્ક અને સુરક્ષા કાનુનનું પાલન કરવું જોઇએ.