જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલે રાજીનામું આપી દીધું છે. અગ્રવાલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની માહિતી એરલાઈને સ્ટોક એક્સચેન્જને આપી હતી. અમિત અગ્રવાલ ૨૦૧૫માં એરલાઈન્સ સાથે જોડાયા હતા. મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બર્સે રાજીનામું ધરી દીધું છે.
બીએસઈ પર જેટના શેર મંગળવારે ૧૨.૪૪% ગગડીને ૧૨૨.૧૦ રૂપિયા પર આવી ગયા હતા. ગજઊ પર શેર ૧૩% ગગડીને ૧૨૧ રૂપિયાએ પહોંચ્યા છે. જો કે નીચલા સ્તરે થોડી રિકવરી જોવા મળી છે.
આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે ૧૭ એપ્રિલે અસ્થાઈ રીતે સંચાલન બંધ કરી દીધું હતું. એરલાઇન્સે ૭૫% હિસ્સો વેચવા માટે તેની વસૂલાત કરનાર બેંકોએ બોલી મંગાવી હતી. અંતિમ બોલી ફક્ત એતિહાદે જમા કરાવી હતી. પરંતુ તે મોટી ભાગીદારી લેવા નહોતી ઈચ્છતી. તેમની પાસે જેટના ૨૪% શેર પહેલાથી જ હતા.