ઈડીની સાથો સાથ આવકવેરા ખાતાએ પણ નરેશ ગોયલ પર સકંજો કસ્યો: ટ્રાવેલ એજન્સીએ ગોયલ વિરુઘ્ધ મુંબઈ પોલીસમાં ફ્રોડ કેસ હેઠળ એફઆઈઆર દર્જ કરાવી: આશરે ૮ હજાર કરોડની ઉચાપત કરી ૧૯ કંપનીઓમાં નાણા સગેવગે કર્યા હોવાનો આરોપ
ભારત દેશની કમનસીબી છે કે, આલ્યા, માલ્યા, જમાલ્યા જેવા લોકો દેશને દુબાડી રહ્યા છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એવો જ એક કિસ્સો ભારત જોવા મળ્યો છે જેમાં જેટ એરવેઝનાં પૂર્વ બોસ નરેશ ગોયલે વિલફુલ ડિફોલ્ટર બની કંપનીનાં નાણા અને લોકોના નાણા ઉસેડી વિદેશ ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે તેને બેંક પાસેથી લીધેલા ૮ હજાર કરોડ રૂપિયા તેની કુલ ૧૯ કંપનીઓમાં રાખ્યા હોવાનું સામે આવતા ઈડી દ્વારા તેના પર સકંજો પણ કસવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, ઈન્કમટેકસ તથા સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ દ્વારા નરેશ ગોયલ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. ફેમા દ્વારા એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, જેટ એરવેઝનાં પૂર્વ માલિક નરેશ ગોયલે નાણાની ઉચાપત કરી તેની અનેકવિધ કંપનીઓમાં નાણા રાખી અનેકવિધ ગેરરીતિ આચરી છે. ઈડી દ્વારા તેમના પરીવારમાં તેમના પત્ની તથા તેના પુત્રોની પણ પુછપરછ કરી હોવાનું સામે આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ મની લોન્ડરિંગનો નવો કેસ દાખલ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારે તેમની ધરપકડ કરીને લાંબી પૂછપરછ કરી હતી. ત્યારપછી એજન્સીની ટીમ ગોયલને લઈને તેમના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી અને ત્યાં તપાસ કરી હતી ઈડી જેટની ૧૨ વર્ષની નાણાકીય લેણ-દેણની તપાસ કરી રહી છે. ફેમા કેસમાં ગોયલ, તેમની પત્ની અને તેમના દીકરાની ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે.
કહેવાતા વિલફુલ ડિફોલ્ટર હવાલા કૌભાંડમાં હાલ ઈડીના સકંજામાં આવી ગયા હોવાથી તેમના ઉપર અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. ગત ૧૨ વર્ષમાં નરેશ ગોયલને ફેમા કેસમાં એક ડઝનથી પણ વધુ વખત પુછપરછ કરવામાં આવી છે અને તેના દ્વારા કરવામાં આવેલા વિવાદીત વ્યવહારો કે જેને કુલ ૧૯ કંપનીઓમાં કર્યા છે તેના કારણે પણ તેઓ ઈડીની નજરે આવ્યા હોવાનું સામે આવ્યું છે. ૧૯ કંપનીઓ પૈકી ૧૪ કંપનીઓ ભારતમાં રજીસ્ટર્ડ છે જયારે બાકી રહેતી ૫ કંપનીઓ વિદેશમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નરેશ ગોયલ દ્વારા કરવામાં આવેલા હવાલા કૌભાંડમાં નાણા ટેકસ હેવન ગણાતા દેશોમાં રોકયા હોવાનું ખુલ્યું છે. ઈડી, ઈન્કમ ટેકસ જેવા ડિપાર્ટમેન્ટો નરેશ ગોયલ દ્વારા કરવામાં આવેલી ચુકવણી અને જે બોગસ વ્યવહારો કરવામાં આવેલા છે તેના ઉપર પણ નજર રાખી તમામ મુદાઓની તપાસ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે. જયારે બીજી તરફ ટ્રાવેલ એજન્સીએ પણ નરેશ ગોયલ વિરુઘ્ધ મુંબઈ પોલીસની મદદથી એફઆઈઆર પણ દર્જ કરવામાં આવી છે. ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ એટલે કે ફેમાના સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, હાલ જે જેટ એરવેઝના પ્લેન ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં નરેશ ગોયલ દ્વારા ઓફ સોર પાર્ટી સાથે ઈલલીગલ એગ્રીમેન્ટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે જેના હેઠળ હાલ તપાસનાં આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરકટરેટ એટલે કે ઈડી દ્વારા નરેશ ગોયલ વિરુઘ્ધ હવાલા કૌભાંડ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.