જેટ એરવેઝના 1000થી વધુ પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે. સેલેરી નહીં મળવાને કરાણે તેઓએ આ નિર્ણય કર્યો છે. રિઝોલ્યૂશન પ્લાન અંતર્ગત એરલાયન્સને બેંકમાંથી હજુ સુધી પૈસા નથી મળ્યાં. જેટના પાયલટ્સની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડે (એનએજી) શુક્રવારે આ જાણકારી આપી. જેટના કુલ 1600 પાટલટ્સ છે. જેમાંથી 1100 એનએજી સાથે જોડાયેલાં છે.
એનએજીના પ્રેસિડન્ટ કરણ ચોપડાએ શુક્રવાર સાજે કહ્યું કે રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત 29 માર્ચ સુધી જેટને એસબીઆઈથી ફંડ મળવાની આશા હતી, પરંતુ એવું ન થયું. મેનેજમેન્ટ તરફથી સેલેરીની ચુકવણીને લઈને કોઈ અપડેટ નથી મળ્યું. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટ્સને આ નિર્ણય લેવો પડ્યો.
જેટના પાયલટ્સ અને એન્જિનિયર્સને ત્રણ મહિનાથી સેલેરી નથી મળી. ગત સપ્તાહે એન્જિનિયર્સે પણ કહ્યું હતું કે આર્થિક પરિસ્થિતિને કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષાને લઈને પણ ખતરો છે.