ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ હિરપરા, સેક્રેટરી તરીકે દિપુભાઇ જોગીની નિમણુંક: ર૧ કારોબારી સભ્યો પણ બિનહરીફ

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના પ્રમુખ તરીકે જેન્તીભાઈ રામોલિયાની વરણી કરવામાં આવી છે. જેઓએ ૧૫ વર્ષ સુધી એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

લાંબા સમયથી  ગવર્નીંગ બોડી દ્વારા સંચાલન કરતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ગતરોજ ૨૧ કારોબારી સભ્યોની બિનહરીફ વરણી બાદ  પ્રમુખ સેક્રેટરીની પણ બિનહરીફ વરણી થઈ હતી.

જેતપુર મતવિસ્તારમાં ધારાસભ્ય જેવો દબદબો ધરાવતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનનું પ્રમુખપદ ઘણા સમયથી ખાલી હતું. એસોસિએશનનો તમામ આર્થિક વહીવટ પાંચ કારોબારી સભ્યોની બનેલી ગવર્નીંગ બોડી દ્વારા ચાલતો હતો જેના કારણે આર્થિક નિર્ણયો લેવામાં ઘણી તકલીફો પડતી હતી..

જેથી સાડી ઉદ્યોગને કાયમી પ્રમુખની અતિ જરૂરીયાત હતી..પરંતુ સાડી ઉદ્યોગમાં પ્રદુષણના વિકરાળ પ્રશ્નને કારણે મોટાભાગના અગ્રણી ઉદ્યોગપતિઓને પ્રમુખ તો થવું હોય પરંતુ પ્રદુષણ નિવારણની જવાબદારી લેવી ન હોવાથી પ્રમુખનો પ્રશ્ન પેચીદો બની ગયો હતો…

વાર્ષિક ૩૦૦૦ કરોડ રૂપિયા થી પણ વધુ ટર્ન ઓવર ધરાવતો અને લગભગ સીધી કે આડકતરી રીતે ૬૦૦૦૦ થી ૮૦૦૦૦ જેટલા કારીગરો તેમજ અંદાજિત ૫૦૦૦૦૦ (પાંચ લાખ) લોકો ને રોજગારી આપતા ઉદ્યોગ માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અંગત રસ લઈ એસોસિએશનના તમામ સભ્યોની  બેઠક બોલાવી તેમાંથી ૨૧ સભ્યોની કારોબારી બનાવી હતી.

આ કારોબારીની ડાઇંગ એસોસિએશનની ઓફીસ ખાતે પ્રથમ બેઠક મળેલ જેમાં પ્રમુખ તરીકે જેન્તીભાઈ રામોલીયા, ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ હીરપરા, સેક્રેટરી તરીકે દિપુભાઈ જોગીની જોઈન્ટ સેક્રેટરી તરીકે ભરત વેકરીયા તેમજ રામેશ્વર ગ્રુપ મનસુખભાઈ  જીવરાજભાઈ વાઘાણી કારોબારી સભ્ય,ભાવિકભાઈ મધુભાઈ વૈષ્ણવ,રમેશભાઈ મોહનભાઈ ખાચરિયા, પ્રવીણભાઈ મોહનભાઈ નદાંણિયા, મહેશભાઈ ગજેરા,  સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન સાથે લગભગ તમામ કારખાનાઓ જોડાયેલા છે. અહીંનો ડાઇંગ અને પ્રિન્ટીંગ વ્યવસાય સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશ મા જાણીતો છે..

છેલ્લા છ-આઠ મહિનાથી એસોસિયેશનની કામગીરી કમીટી મેમ્બર ચલાવી રહ્યા હતા. સૌ પ્રથમ રાજુભાઇ હિરપરા જેઓએ એસોસિયેશનના પ્રમુખ તરીકે ૨૦ વર્ષ સુધી સેવા આપેલી.

ત્યારબાદ સર્વાનુમતે ભાવિકભાઇ વૈષ્ણવે છ મહિના એસોસિયેશનની કામગીરી સંભાળેલ. પરંતુ અંગત કારણોસર તેઓએ પણ છેલ્લા ઘણા સમયથી રાજીનામુ ધરી દીધુ, ત્યારે હાલ છ-આઠ મહિનાથી કમીટી મેમ્બર્સ એસોસિયેશનની કામગીરી સંભાળી રહ્યા હતા.

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને પૂર્વ પ્રમુખ રાજુભાઈ હિરપરાની આગેવાની હેઠળ અને તેમના અથાગ પ્રયત્નોથી અને હાલ એસોસીયેશનના પ્રમુખ તરીકે કોઇ દાવેદાર ન હોય ત્યારે પ્રમુખ તરીકે જેન્તીભાઈ રામોલિયાને કારભાર સોંપાયો છે.

પ્રમુખની નિમણૂક ઉપરાંત કમિટી મેમ્બર્સ ની પણ વરણી કરવામાં આવી જેમાં ૨૧ લોકોની કમિટી બનાવી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનની કામગીરી હવે પુરપાટ થશે.

IMG 20201107 WA0001

પ્રદુષણ નિવારણના પ્રશ્નને પ્રાથમિકતા આપવામાં આવશે: જેન્તીભાઇ રામોલીયા

નવ યુક્ત પ્રમુખ જેન્તીભાઈ રામોલીયાએ કહ્યું કે પ્રદુષણ નિવારણ ના પ્રશ્ન ને પ્રાથમિકતા આપવામાં આવશે, તાત્કાલિક ધોરણે ગૠઝ ગાઈડ લાઈન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.. છેલ્લા ૬૦ વર્ષ થયા પ્રદુષણનો પ્રશ્ન જેતપુરના ઉદ્યોગ માટે બહુ મોટો પ્રશ્ન છે, છેલ્લા સાત-આઠ વર્ષ થી પ્રદૂષણ વધતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચે બનવા જઈ રહેલા ડીપ સી ડિસ્ચાર્જ યોજનાનું પંદર દિવસમાં જ કામ શરૂ થઈ જશે.. જેમાં ૧૫૦ કરોડ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન ને પણ આપવા ના છે અને તે પૂર્ણ થઈ ગયા બાદ પ્રદુષણનો પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે અને પ્રદુષણ વાળું પાણી સીધું દરિયા ની પાઇપ લાઇન મા જવાથી જેતપુરના પ્રદૂષણ ના પ્રશ્ન નું નિરાકરણ થઈ જશે.. અનેક નવા ઉદ્યોગો પણ સ્થાપિત થઈ શકશે.. જેનાથી અનેક લોકોને રોજગારી મળી રહેશે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.