• તિલકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી 51 બોલમાં ફટકારી ટી-20માં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો

ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમે દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં 11 રનથી જીત નોંધાવી હતી.જો કે ભારતે પ્રથમ બેટીંગ કરતા 219 રનનો તોંતિગ સ્કોર નોંધાવ્યો હતો પરંતુ જેનશનના તોફાને ટિમ ઇન્ડિયાને જીતવા માટે પરસેવો પાડી દીધો હતો. ક્લાસેન અને જેનશનને ભારતીય બોલરોએ સતત શોર્ટ દડા અને ગુડ લેન્થમાં બોલિંગ કરતા ઝૂડી કાઢ્યા હતા જો કે ભારતીય ટિમના નસીબ સારા હોવાથી ત્રીજો ટી20 મેચ ભારતની ઝોળીમાં આવ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તિલક વર્માએ તોફાની રીતે સદી ફટકારી હતી. જવાબમાં આફ્રિકાની ટીમ 7 વિકેટ ગુમાવીને 208 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. હવે છેલ્લી મેચ શુક્રવારે (15 નવેમ્બર) જોહનિસબર્ગમાં રમાશે. 22 વર્ષના તિલકે 56 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે 7 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા રમનદીપ સિંહ 6 બોલમાં 15 રન કરીને રનઆઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમે 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એન્ડીલે સિમેલાને 2-2 વિકેટ ઝડપી હતી.

સેમસનનો અનોખો રેકોર્ડ: સતત બે ટી20માં સદીમાં બેમાં ડક્સ!

સેમસન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બે મેચમાં બે સદી ફટકારનાર વિશ્વનો ચોથો ક્રિકેટર બની ગયો છે. તેના પહેલા ગુસ્તાવ મેકિયોન, રિલે રોસો અને ફિલ સોલ્ટે આ કર્યું હતું. જો કે સંજુ સેમશનના નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે. સતત બે ટી20માં સદીમાં બેમાં ડક્સ! આવું કારનામુ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

જેન્સને 16 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો આફ્રિકન ક્રિકેટર બન્યો

આફ્રિકા તરફથી માર્કો જેન્સને 17 બોલમાં સૌથી મોટી 54 રનની ઇનિંગ રમી હતી. જેન્સને 16 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો આફ્રિકન ક્રિકેટર બની ગયો છે. આફ્રિકા તરફથી સૌથી ઝડપી ફિફ્ટી ક્વિન્ટન ડી કોકે 15 બોલમાં ફટકારી હતી. આ ફિફ્ટી માર્ચ 2023માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી. વર્તમાન મેચમાં હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.