- સૌરાષ્ટ્રના બાળકો આત્મહત્યા તરફ ન વળે તે હેતુથી જીવન ઉજાસ કાર્યક્રમ આવતીકાલથી 21 દિવસ સુધી ચલાવાશે
- રાજકોટમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ હોવાથી પાયામાંથી તેને રોકવાનો સ્વનિર્ભર શાળા સંચાલકો તથા મનોવિજ્ઞાન ભવનનો સાહિયારો પ્રયાસ
મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવતીકાલથી જીવન ઉજાસ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.વર્તમાન સમયમાં ભારત સહિત દુનિયાભરમાં વધતા જતાં આત્મહત્યાના બનાવોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુએન દ્વારા 10 સપ્ટેમ્બરને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જે અનુસંધાને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન વચ્ચે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના પ્રમાણને નિર્મૂળ કરવાના ઉદ્દેશથી આત્મહત્યા નિવારવા કાર્યક્રમ કરવામાં આવશે. વિધાર્થીઓમાં વધતા આત્મહત્યાના કારણોના ઉકેલ માટે ’ જીવન ઉજાસ કાઉન્સેલિંગ કાર્યક્રમ ’ નું આયોજન કરવામાં આવ્યું છે .
આ કાર્યક્રમનો લાભ દરેક શૈક્ષણિક સંસ્થા લઈને તેમના વિધાર્થીઓને નવુજીવન આપીને ઉજાસ તરફ લઇ જાય તેવી ડી.વી.મહેતા ની તમામ શાળા સંચાલકોને અભ્યર્થના છે . આ કાર્યક્રમને સફળ બનાવવા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ સહિત સમગ્ર મનોવિજ્ઞાન ભવન તેમજ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતા , ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ , ઉપપ્રમુખ ડો . ડી . કે . વડોદરીયા , મહામંત્રી પરિમલભાઇ પરડવા , પુષ્કરભાઇ રાવલ , પૂર્વપ્રમુખ અજયભાઇ પટેલ , ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા , ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ , સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા , સહીત મંડળની કોર કમિટી તેમજ કારોબારીના સભ્યોના માર્ગદર્શનમાં મંડળના તમામ હોદેદારો , ઝોન ઉપપ્રમુખ અને રાજકોટ જીલ્લાની શાળાઓના સંચાલકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
-
21 વિદ્યાર્થીઓ 21 દિવસ સુધી દરરોજ 1000 વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શરૂ થનાર જીવન ઉજાસ કાર્યક્રમમા પહેલા દિવસે 1000 થી વધુ વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક જુદી જુદી 18 પદ્ધતિ થકી હકારાત્મક જીવન શૈલી શીખવવામાં આવશે. આ પ્રોગ્રામ સતત 21 દિવસ સુધી જુદી જુદી સ્કૂલોમાં ચાલશે. મનોવિજ્ઞાન ભવનના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ના વિદ્યાર્થીઓ અને એમ. એ. ના વિદ્યાર્થીઓ આ આયોજન માટે સખત મહેનત કરી રહ્યા છે.21 દિવસમાં કુલ 21 હજારથી વધુ વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે.
-
નિષેધક વિચારોને અટકાવવા ખુબજ જરૂરી : ડો.ધારા દોશી
મનોવિજ્ઞાન ભવનના આસી.પ્રોફેસર ડો.ધારા દોશીએ જણાવ્યું હતું કે આવતીકાલથી એક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે જેનું ટાઇટલ છે શિષર્ક છે જીવનનો ઉજાસ .આપણા જીવનની અંદર ઘણી બધી નિષેધક બાબતો બનતી હોય છે પણ એક ઉજાસ પણ આપણા જીવનમાં આવતો હોય જો આપણે તેની યોગ્ય રાહ જોઈએ. તાજેતરના સમયમાં જે આત્મહત્યની વૃત્તિ વધી છે એ વૃત્તિ ની શરૂઆત પણ એક નિષેધક વિચારથી થતી હોય છે અને એ નિષેધક વિચારો એ જે એક આવે છે અને ધીમે ધીમે એની સાથે ઘણી બધી બાબતો જોડાય છે તો એ બધી બાબતો જોડાવાથી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ એન્ડ એન્ઝાઈટી અને સુસાઈ અટેન્ડન્સી નો ભોગ બનતો હોય છે.
તો એ જ નિષેધક વિચારોને અટકાવવા માટે જીવન ઉજાસ કાર્યક્રમની શરૂઆત મનોવિજ્ઞાન ભવન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે.જેની અંદર એવી ટેકનીકો લોકોને શીખવાડવામાં આવશે .કે જે તમારી પાસે ક્યાંક ને ક્યાંક છે દાખલા તરીકે તમારા હાથની અંદર આંગણામાં એવા કેટલા બધા પોઇન્ટ છે કે જેને વ્યવસ્થિત રીતે પ્રેસ કરવાથી તમે તમારી એન્ઝાઈટી કે સ્ટ્રેસને કે નેગેટિવ વિચારોને ઘટાડી શકો છો. મ્યુઝિક એ ઘણા બધા પ્રકારના હોય છે પણ એ કેવા પ્રકારના મ્યુઝિક હોય છે કે એની અસર આપણા મન ઉપર કેવી થાય છે કયો રાગ સાંભળવાથી આપણને માનસિક શાંતિ મળે છે ? કેવા પ્રકારના રાગને સાંભળવાથી આપણા ચિંતામાં ઘટાડો થાય છે? તો રાગની અસરો તો એમ લોકોને શીખવાડવામાં આવશે પરંતુ ત્યાર પછી ફૂલો. આપણી આજુબાજુ કેટલા બધા ફૂલો હોય છે એ ફૂલોની સ્મેલની અસર પણ આપણા માઈન્ડ ઉપર કેવી થાય છે તો આવી તો ઘણી બધી થેરાપી છે જેથી લોકોના નિષેધક વિચારોને રોકવામાં આવશે અને તેમની વિચારસરણી બદલવામાં આવશે.
-
લોકોનો નકારાત્મક વિચાર દૂર કરી તેના જીવનમાં ઉજાસ લાવીશું : દિના મશાણી
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની દિનાએ જણાવ્યું હતું કે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને અમે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આવકારીએ છીએ અને વધારેને વધારે શાળાઓને કોલેજો સંસ્થાઓ અને સામાન્ય લોકો આ કાર્યક્રમમાં જોડાઈ જીવન ઉજાસમાં અને એની અંદર જે નકારાત્મક વિચારો છે એને કેવી રીતે દૂર કરવા એની ટેકનિકો જાણે . અમે ખૂબ મહેનત કરી છે અને આના માટે સતત અમારા જે એચઓડી જોગસણ સર અને ધારા મેડમ તથા સમગ્ર અધ્યાપકો અને પીએચડી ના વિદ્યાર્થીઓએ અમને સતત અને સતત માર્ગદર્શક કર્યા છે પ્રોત્સાહિત કર્યા છે અને અમે સર્વને નકારાત્મક વિચાર અમને દૂર કરવા માટે તૈયાર છીએ.
-
નેગેટિવી છોડી પોઝીટીવીટી તરફ આગળ વધવું જોઈએ શ્રેયા વસાવડા
વિદ્યાર્થીની શ્રેયા વસાવડાએ જણાવ્યુ હતુ કે સ્ટુડન્ટ્સને એ મેસેજ આપવા માગીશ કે નેગેટિવિટી બધાના જીવનમાં આજકાલ નોર્મલ છે.જે લોકોમાં નેગેટિવી થોડી ઘણી વધારે હોય છે તો નાસીપાસ ન થઈ જવું પરંતુ એને પોઝિટિવીટી તરફ પોતાના મનને વાળવું અને ઉપાયો વિશે વિચારવું ,ન કે એનું નેગેટિવ થીંકીંગ કરીને બેસી રહેવું.લોકોને વિનંતી છે કે આવો અને ઉપાયો શીખો.
-
આત્મહત્યાનો અંધકાર દૂર કરીશું : લોઢીયા શીતલ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની શીતલે જણાવ્યું હતું કે
અમારો ઉદ્દેશ્ય છે કે જે લોકોના જીવનમાં આત્મહત્યા જેવા વિચારોથી અંધકાર ફેલાયો છે એ લોકોને આમાં નવો ઉજાસ આવે એ અમારો પ્રયત્ન છે અમે જે લોકોને ઉપાયો આપ્યા છે સૂચવ્યા છે એનું બધી જ વસ્તુઓ આપણા આજુ બાજુના વાતાવરણમાં ઉપલબ્ધ છે અને આ બધી વસ્તુ આપણે કેવી રીતે ઉપયોગ કરીએ જેના કારણે આપણે આ નકારાત્મક વિચારોથી બચી શકીએ તે અવેરનેશ ફેલાવીશું.લોકો આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ જોડાઈ એવો ઈચ્છા છે
-
જીવન ઉજાસ કાર્યક્રમ વિધાર્થીઓને માનસિક વ્યાધીઓ માંથી મુક્તિ અપાવશે : ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ શ્રી ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાકાળ પછીના સમયમાં વિધાર્થીઓમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ વાલી જગત અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પડકારરુપ સમસ્યા બની છે . તેના નિવારણ માટે સમસ્યાના મૂળ સુધી પહોંચવું ખુબ જરુરી બની જાય છે . વિધાર્થીઓ અત્યારે નકારાત્મક વિચારો , નિરાશા , લાગણીની સમસ્યાઓ , એકાગ્રતાનો અભાવ અને હતાશાને લીધે પોતાની અમૂલ્ય જીંદગીને ટૂંકાવી નાખવાની હદ સુધી પહોંચી જાય છે . આવા સમયે વાલીઓ અને શિક્ષકોએ વિધાર્થીઓના મનને સમજી શકે તેવા મનોવૈજ્ઞાનિકો સાથે મળીને પ્રયત્ન કરી આ સમસ્યાને નિવારવાના ઉપાયો શોધવા જરુરી છે . ’ જીવન ઉજાસ કાઉન્સેલિંગ કાર્યક્રમ ’ ચોક્કસપણે વિધાર્થીઓને તેમની માનસિક વ્યાધિઓમાંથી મુક્તિ અપાવશે , તેવો મને વિશ્વાસ છે.
-
માતા પિતાનું વધારે પડતું લાલન-પાલન પણ બાળકો માટે ખતરા સમાન : ડો.યોગેશ જોગસણ
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે જીવન ઉજાસ કાર્યક્રમ અંતર્ગત મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિક કાઉન્સેલિંગના વિદ્યાર્થીઓ એ જુદા જુદા 18 જે ટેકનીક છે તેનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારના હકારાત્મક વિચારો લાવશે. જેમાં ખાસ કરીને ચક્રોની અસર ,મુદ્રાઓની અસર, મ્યુઝિક થેરાપી અસર ,યોગાસનોની અસર ખોરાકની અસર આમ જુદા જુદા પ્રકારની જે ભારતીય પરંપરા પ્રમાણેની અસરો છે એ અસરો પ્રમાણે એ વિદ્યાર્થીઓની અંદર એ હકારાત્મકતા કેમ લાવવી એ માટેના પ્રયાસો મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે.
લગભગ છેલ્લા દસેક દિવસથી આ વિદ્યાર્થીઓની તૈયારી છે અને આ તૈયારીની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ તનતોડ મહેનત કરેલી છે. બધા જ વિદ્યાર્થીઓની અંદર નવજાગૃતિ આવે અને આત્મહત્યા જેવા વિચારો ન આવે એ માટેના આ પ્રયાસો છે અને પાયામાંથી જે ખાસ કરીને જે હતાશા અને સંઘર્ષો ને દૂર કરવામાં આવશે તો આ આવા બાળકો આગળ આત્મહત્યાના વિચાર તરફ નહીં જાય જે મનોવિજ્ઞાનિક અસરો છે એ અસરો પ્રમાણે તેને ઉપચાર કરવાનો પ્રયાસ મનોવિજ્ઞાનિક ભવન કરી રહ્યું છે.ખાસ કરીને આત્મહત્યા કરવાના વિચારો જે બાળકોની અંદર આવે છે જે પેરેન્ટિંગ સ્ટાઇલ ની ખામી, વધારે પડતા બાળકને લાલન પાલન કરે છે એ પણ એક પ્રકારની ખામી છે અને કેટલાક માતા-પિતા ખૂબ સ્ટ્રીટ અને બે જવાબદારી ભર્યું પાલનપોષણ કરે છે આ બે બાબતો અસર કરે છે અને બીજી અસર જે છે એ જે ધીરજની ખામી.આજનું બાળક જે છે એ ધીરજ અને સહનશક્તિ ભૂલી ગયું છે નાની નાની વાતમાં પણ અહમનો પ્રોબ્લેમ આવી જાય છે અને ઇન્સ્ટન્ટ જે બાબતો જોઈએ છે જે ફાસ્ટ કોમ્યુનિકેશન જોઈએ છે એની માનસિકતામાં જે સુધારો લાવવો જોઈએ.
માતા પિતા અને પરિવારોથી જે કચાસ રહી જાય છે જેના હિસાબે બાળકોમાં બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જે પ્રભાવ અને જે વેબસરીઝ અને પોર્ન સાઇટનો જે નેગેટિવ પ્રભાવ છે એના હિસાબે બાળકોની અંદર આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્કૂલોની અંદર જઈ અને બોક્સ મુકવામાં આવ્યું હતું અને બોક્સની અંદર એવું લખ્યું હતું કે તમે તમારી નકારાત્મકતા મને આપો, હું તમને હકારાત્મક વિચાર આપીશ ,હું તમને સહાય કરીશ, હું તમારા મનની વાતને એ સમજીસ અને આ ભય માંથી બહાર કાઢીશ તો જે આ પ્રકારના બોક્સ મૂકવામાં આવ્યા છે તેમાં લગભગ 8000 જેટલી સમસ્યાઓ વિદ્યાર્થીઓની અમારી પાસે આવી છે અને એનું એનાલિસિસ જે છે એ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે.
પણ એ બધા ઉપરથી જાણવા મળ્યું કે આ બધામાં મોટેભાગે પેરેન્ટિંગ સ્ટાઇલ અને આ પ્રકારનું જે દબાણ છે અને કેટલીક જગ્યાએ ભણતરનું ભાગ પણ છે આ હિસાબે બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેવું લાગે છે કોઈપણ વ્યક્તિની અંદર જ્યારે આત્મહત્યાનું વિચાર આવે ત્યારે એ વ્યક્તિએ એ જોવાનું કે એ વિચારવાનું કે મને જે કુદરતે આપ્યું છે એ કેટલું આપ્યું છે ? કોઈના બંગલા જોઈને ક્યારેય આપણું ઝૂંપડું ન બાળવું જોઈએ.