પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે ગાંધી જન્મજયંતી નિમિત્તેે ખાદીની ખરીદી કરી.
અમદાવાદ ખાતે ખાદી સરિતાના નવનિર્મિત સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવની વિશેષ ઉપસ્થિતિમાં પૂજય બાપુની ૧૫૦મી જન્મજયંતી નિમિતે ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપ અને તેના ૧૧ કરોડથી વધુ કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધી રહ્યા છે. પૂજય બાપુના અહિંસા, સ્વચ્છતા હી સેવા, ગ્રામ સ્વરાજયથી સુરાજય જેવા આદર્શ વિચારોને સૌ ચરિતાર્થ કરે તેવા આદર્શ ઉદેશ્યથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર લોકહિતના કાર્યો કરી રહી છે.
અંત્યોદયનો ઉઘ્ધાર કરવાના દ્રઢ સંકલ્પવાળી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ કરોડથી વધુ લોકોને ઉજજવલા યોજના, જનધન યોજના, અટલ પેન્શન યોજના, ઉજાલા યોજના, આયુષ્માન ભારત વગેરે જેવી અનેક પ્રજા હિતકારી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. અંત્યોદયના ઉઘ્ધારના આદર્શ વિચાર સાથે પૂજય બાપુની જન્મજયંતિ નિમિતે ખાદી ખરીદીનો આજનો આ કાર્યક્રમ યોજાયેલ છે તેમ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત સ્વસ્થ-આદર્શ, સ્વચ્છ સમાજ બનાવી પરિવર્તન લાવવાનો સંકલ્પ કરી દેશને વિશ્ર્વગુરુ બનાવવા જીતુભાઈ વાઘાણીએ સૌ કાર્યકરોને આહવાન કર્યું હતું. ખાદીની ખરીદી કરવાથી હાથશાળના કારીગરો, વણકરો સહિત હજારો જરૂરીયાતમંદ કારીગરોને રોજગારીનો બહોળો અવસર પ્રાપ્ત થશે. સ્વદેશી અને સ્વરોજગારીને આજના આ પ્રેરણાદાયી કાર્યક્રમથી એક અનેરું જોમ અને ઉત્સાહ પ્રેરક ચાલકબળ પ્રાપ્ત થશે તેમ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું.