- શ્રીમદ્ વિજય રાજહંસ સૂરીશ્ર્વરજીની નિશ્રામાં ચાલતી સંસ્થા
- જીત સંસ્થા આયોજીત સેમિનારમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વેપારમાં આવતા પડકારો પર વિચારો રજૂ કર્યા
- ‘જીત’ સંસ્થા દ્વારા આયોજીત ઉપરોકત સેમિનાર રવિવાર તા.6ના રોજ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સંપન્ન થયો.
પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય રાજહંસસૂરીશ્ર્વરજીની નિશ્રામાં કાર્યરત જૈન એજયુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ (જીત) જે 13 રાજયોના, 6 જિલ્લામાં અને સુમારે 500 અને ગામડાઓમાં કાર્યરત છે. અનેક વર્ષોથી દર વર્ષે અંદાજે 3000 બાળકોને રૂ.3 કરોડની રાશી સાથે શૈક્ષણીક સહાય પુરી પાડે છે.
‘જીત’ સંસ્થા દર વર્ષે અલગ અલગ શહેરોમાં એક ‘નોલેજ સીરીઝ’ દ્વારા સમાજને વિવિધ વિષયોથી અવગત કરાવે છે. જેના આધારે સમાજના સભ્યોને પોતાના વ્યવસાયને જીવનને અને પરીવારને ઉપયોગી વાતોની જાણકારી દ્વારા ખૂબજ ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવે છે. આ સીરીઝની અંતર્ગત આ વર્ષે સુરત શહેર મધ્યે ધંધામાં આગામી દશકામાં આવનાર પડકારો અને તકોની વાત યુવાનો સુધી પહોચાડવાનો એક સનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે માટે વિવિધ વિષયોના નિષ્ણાંતોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. મધુસુદન કેલા અને વિનોદ શર્મા તેમજ સીમા મહાજને સચોટ માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ. શ્રોતાઓનાં અંગત મુંઝવણપૂર્વક સવાલોના તેમણે જવાનો પણ આપ્યા હતા.
શ્રીમદ્ વિજય રાજહંસસૂરિશ્ર્વરજીની પ્રેરણાથી જૈન એજયુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ (જીત) દ્વારા આયોજીત વિજન 2035 બીઝનેશ ઓપ્ચયુનીટી એન્ડ ચેલેન્જનું સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે 6 ઓકટોબર આયોજન કરવામાં આવ્યુ
આ કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને માન આપીને શ્રીમદ્ વિજયરાજહંસસુરીશ્ર્વરજીએ હાજરી આપી હતી તે માટે સંસ્થા દ્વારા આભાર વ્યકિત કરવામાં આવ્યો હતો. શ્રીમદ્ વિજયરાજહંસસુરીશ્ર્વરજીની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં રોનક આવી હતી અને સંસ્થાને પ્રોત્સાહન પુરૂ પાડયું હતુ. શ્રીમદ્ વિજયરાજહંસસુરેશ્ર્વરજી સંસ્થાના આ કાર્યક્રમમાં ફકત હાજરી જ નહોતી આપી પરંતુ સંસ્થાને મતબાર રકમનું અનુદાન આપવામં આવ્યું હતુ. સંસ્થાએ તેમના આ કાર્યને બિરદાવ્યું હતુ અને મહારાજ સાહેબે એક સશકત પીઠબળ પૂરૂ પાડવામાં આવ્યું હતુ. તે માટે સંસ્થા દ્વારા અંતર્કણ પૂવક આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. ફરીથી સુકૃત્યની પૂરૂ પાડેલા માર્ગદર્શન માટે સંસ્થામાં ઉપસ્થિત લોકો દ્વારા અનુમોદના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની મહત્તતા સમજતા સુરત શહેરના નામાંકિત શ્રેષ્ઠિવર્યો, સંઘોના ટ્રસ્ટ મંડળના સભ્યો, હીરાબજાર અને કાપડ બજારના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર. પાટીલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ વિષયને અનુરૂપ સરકારના વિચારોની રજૂઆત કરી હતી.
‘જીત’ સંસ્થાનો મૂદ્રાલેખ છે આજનો સાધર્મિક આવતીકાલનો ઉચ્ચશ્રાવક અને શ્રેષ્ઠી બને આ મૂદ્રાલેખને અનુરૂપ ‘જીત’ સંસ્થા વિવિધ વિષયોને આવરીને કાર્ય કરી રહી છે. તેનો વિગતવાર અહેવાલ આપવામા આવ્યો હતો.
ગચ્છાધિપતી આ.ભ. શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્ર્વરજી મ.સાહેબે પણ આ વિષયમાં રસ દાખવીને પ્રસંગને પોતાની નિશ્રા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાજભાઈ તપોવનીએ કર્યું હતુ.
કાર્યક્રમના અંતે હાજર રહેલ સર્વેએ કાર્યક્રમને બિરદાવ્યો હતો. અને સુરત શહેરમાં આવા કાર્યક્રમ વારંવાર યોજવા માટે ‘જીત’ સંસ્થાને નિવેદન કર્યું હતું.