- NTA એ JEE Main 2024 એપ્રિલ સત્રના પરિણામો જાહેર કર્યા
- સત્ર 2 માટે નોંધાયેલા 12 લાખમાંથી 10 લાખ વિદ્યાર્થીઓના સ્કોર બહાર પાડવામાં આવ્યા
- પરીક્ષા પોર્ટલ પર સ્કોર અને રેન્ક કાર્ડ ડાઉનલોડ માટેની લિંક પણ સક્રિય છે.
- પરીક્ષા પોર્ટલ, jeemain.nta.ac.in પરથી સ્કોર અને રેન્ક કાર્ડ ડાઉનલોડ કરો
નેશનલ ન્યૂઝ : JEE મેઇન્સનું પરિણામ જાહેર થયું છે . પરીક્ષાની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવી હતી જ્યારે બીજી આવૃત્તિ એપ્રિલમાં લેવામાં આવી હતી. JEE-મેઇન પરીક્ષા એક અને બેના પરિણામોના આધારે, ઉમેદવારોને JEE-એડવાન્સ પરીક્ષામાં બેસવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. JEE-Advanced એ 23 અગ્રણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)માં પ્રવેશ માટેની પરીક્ષા છે.
100 ગુણ મેળવનાર ગુજરાતના બે વિદ્યાર્થી છે. મિત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ JEE એડવાન્સની પરીક્ષા આપશે. IIT સહિતની સંસ્થાનોમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવાય છે.
56 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
NTA એ 56 ઉમેદવારોની યાદી પણ બહાર પાડી છે જેમણે JEE Main એપ્રિલ 2024 માં હાજર રહેલા 10 લાખથી વધુ ઉમેદવારોમાંથી પૂર્ણ માર્કસ (100 પર્સેન્ટાઇલ) મેળવ્યા છે. આ 100 પર્સેન્ટાઈલ વિદ્યાર્થીઓમાં બે છોકરીઓનો પણ સમાવેશ થાય છે.