૨૭ જુલાઈને બદલે હવે ૨૬ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે પરીક્ષા: શિક્ષણ પ્રધાનની જાહેરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ (મેઈન) 2021 ના ત્રીજા અને ચોથા સત્ર વચ્ચે ચાર સપ્તાહનો ગેપ રાખવાની સલાહ આપી છે. આ વાતની જાણકારી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે. તેમણે કહ્યુ કે, જેઈઈ મેન 2021 સત્ર ચારની પરીક્ષા હવે 26,27 અને 31 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે, જેઈઈ મેઈન 2021 માટે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી છે. હવે 20 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે. ઉપરાંત પરીક્ષાની તારીખ પણ લંબાવવામાં આવી છે. સ્ટુડન્ટ્સે જેઈઈ મેનના ત્રીજા અને ચોથા સત્ર વચ્ચે ચાર સપ્તાહનું અંતર રાખવાની માંગ કરી હતી. જેને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે.
એનટીએ જેઈઈ મેનના ત્રીજા સત્ર માટે એડમિટ કાર્ડ જાહેર કરી ચુક્યું છે. જો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં ઉમેદવારોનો કોઈ પરેશાની થતી હોય તો 01140759000 પર સંપર્ક કરી શકે.
ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશની તુલનામાં હાલમાં ઘણો ઓછો છે. જોકે સંકટ હજુ પણ ટળ્યું નથી. દરરોજ અંદાજે 40 હજારથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તફતી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.