ફિઝિક્સ, કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો સરેરાશ પણ મેથ્સના પ્રશ્ર્નો અઘરા-લાંબો હોવાથી અનેક છાત્રો હતાશ

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે સમગ્ર દેશમાં જેઇઇ એટલે કે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ લેવાઈ હતી. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧૨ લાખ વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યા હતા. ગુજરાતમાંી અંદાજે ૬૦ હજાર વિર્દ્યાીઓએ જેઇઇ આપી હતી. જેઇઇની આજની એકઝામ વિર્દ્યાીઓને પ્રમાણમાં અઘરી અને મુશ્કેલ લાગી હતી. ખાસ કરીને મેથ્સના પ્રશ્નોએ વિર્દ્યાીઓને ભારે હેરાન કર્યા હતા. ગુજરાતમાં આ વખતે ઇજનેરીમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાની હોવા છતાં મોટી સંખ્યામાં વિર્દ્યાીઓએ જેઇઇ આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આગામી તા.૨૭મી એપ્રિલના રોજ જાહેર કરાશે. જેના આધારે મે માસમાં જેઇઇ એડવાન્સ લેવામાં આવશે.

ગુજરાતમાં ચાર વર્ષી જેઇઇ લેવાય છે. પરંતુ આ વર્ષે જેઇઇના બદલે ગુજકેટના આધારે ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ ફાળવણી કરવાનું નક્કી કરાયું છે. જેી ગુજરાતમાંી મોટી સંખ્યામાં વિર્દ્યાી ગુજકેટ આપશે. પરંતુ જે વિર્દ્યાીઓને નિરમા, પીડીપીયુ સહિતની નામાંકિત ટેકનિકલ કોલેજો ઉપરાંત આઇઆઇટીમાં પ્રવેશ લેવો હોય તેવા વિર્દ્યાીઓએ જેઇઇ આપવી પડે છે. જેઇઇની એકઝામમાં ગુજરાતમાંી અંદાજે ૬૦ હજાર વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યા હોવાનું માનવામાં આવે છે. અમદાવાદમાંી પણ અંદાજે ૧૨,૭૦૦ વિર્દ્યાીઓે જેઇઇ આપી હતી. ગત વર્ષે ગુજરાતમાંી જેઇઇ આપનારા વિર્દ્યાીઓની સંખ્યા સામે આ વખતે અંદાજે ૨૫ હજાર વિર્દ્યાીનો ઘટાડો નોંધાયો હતો. પેપર-૧માં વિર્દ્યાીઓને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પ્રશ્નો વિર્દ્યાીઓને પ્રમાણમાં મધ્યમ લાગ્યા હતા. પરંતુ મેથ્સના પ્રશ્નો વિર્દ્યાીઓને સૌી વધુ અઘરા લાગ્યા હતા.

વિર્દ્યાીઓના કહેવા પ્રમાણે પ્રશ્નો લાંબા અને અઘરા હોવાી નિર્ધારિત સમયમાં પુરા ઇ શકયા નહોતા. કેટલાક વિર્દ્યાીઓ મેથ્સના અઘરા પ્રશ્નોના કારણે ધાર્યો સ્કોર ન કરી શકે તેવી સ્િિત પણ ઊભી ઇ હતી. અમદાવાદમાં કુલ ૨૬ સેન્ટરો પર જેઇઇની પરીક્ષા લેવાઈ હતી. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત વગેરે સેન્ટરો પર પણ જેઇઇની પરીક્ષા લેવામાં આવી હતી. આગામી તા.૨૭મી એપ્રિલે જેઇઇ મેઇનની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષામાં સારો સ્કોર કરનારા વિર્દ્યાીઓની મે માસમાં જેઇઇ-એડવાન્સ લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.