ગત વર્ષની પરીક્ષાનાં એનાલીસસ બાદ એનટીએએ લીધો નિર્ણય
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખૂબજ અધરી લાગતી અને નીટની પરીક્ષામાં હવે બદલાવ આવી રહ્યો છે. દરેક વિદ્યાર્થીને આ પરીક્ષામા અલગ પેપર અપાશે. જાણીને થોડુ આશ્ર્ચર્ય થશે પરંતુ નેશનલ ટેસ્ટીંગ એજન્સી એનટીએ આ અંગે પૂરૂ આયોજન કરી લીધું છે. અને ડિસેમ્બર ૨૦૧૮માં તેનું પરીક્ષણ પણ કરાશે યુજીસી દ્વારા વર્ષે ૧.૫ કરોડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.
એનટીએ દ્વારા આ માટે ટેકનોલોજીકલ ટુલ્સ ર્ટીકલ ઈન્ટલીજન્સ, સાયકોમેટ્રીક એનાલીસીસ અને કમ્પ્યુટરબેઝ અડેપ્ટીવ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપ્યા બાદ બીજા લેવલની પરીક્ષા આપવાની રહેશે.
આ અંગે વધુ જણાવતા એનટીએના ડાયરેકટર જનરલ વિનીત જોષીએ કહ્યું કે આ પરીક્ષા ૧૦૦ ટકા સલામત હશે. આ પરીક્ષામાં ખૂબ ઉંચા પ્રમાણમાં ઈન્કીપ્રેશનનો ઉપયોગ કરવામાં આવશે. જેથી કોઈ સિસ્ટમને હેક કરી શકશે નહી.
એનટીએ ઓફીસરના જણાવ્યાનુસાર આ પરીક્ષાની ડિઝાઈન અલગ રીતે જ તૈયાર કરવામાં આવી છે. આ પરીક્ષામાં અમેસીકયુ પર ફોકસ રાખવામા આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રનાં પ્રશ્ર્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમ્પ્યુટરાઈઝ ટેસ્ટમાં સોફટવેરનો ઉપયોગ કરાયો હોવાની કોઈ પ્રકારની ડીફીકલ્ટી રહેશે નહી,.
સુત્રના જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટબેઈઝ આ ટેસ્ટમાં ઘણી બધી સુવિધાઓ છે. વિદ્યાર્થીઓ પ્રશ્ર્નપત્ર ને ફરી વાંચીને રીફર કરી શકશે. જો પરીક્ષાની તારીખે વિદ્યાર્થી પહોચી શકે તેમ નહોય તો અન્ય તારીખ પણ આપવામા આવશે. જો વિદ્યાર્થી તેના સ્કોરથી સંતુષ્ટ નહી હોય તો તે ત્રણ મહિના પછી બીજી વાર પરીક્ષા આપી શકશે.
આ પરીક્ષા સંપૂર્ણ રીતે ટેકનોલોજી આધારીત હશે. આર્ટીફીશીયલ ટુલ્સનો ઉપયોગ કરી પ્રશ્ર્નો અને તેના જવાબનું સેટીંગ કરાશે જો એનટીએની કેપેસીટીને પણ વધારશે તેવું હયુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટરીના ઓફીસર્સ જણાવ્યું. એનટીએએ તાજેતરમાં જ ગત વર્ષની પરીક્ષાનો સાયકોમેટ્રીક એનાલીસીસ કર્યો. તે મુજબ ગત વર્ષના પેપરો બાદ અમે ત્રણ પ્રકારનો એનાલીસીસ કર્યો. અમે જોયું કે દરેક પ્રશ્ર્નમાં એક લેવલ નકકી કરવું બીજુ કે એમસીકયુના ફંકશનમાં મુંઝવણ અનુભવાતી હતી અને આ મુંઝવણને કારણે વિદ્યાર્થીઓ ગભરાઈ જતા જેથી કરીને તેમને સાચો જવાબ આવડતો હોવા છતા જવાબ આપી શકતા નહતા. અને ત્રીજી વાતએ કે અમે જોયું કે જો પ્રશ્ર્નપત્ર યોગ્ય હોય તો વિદ્યાર્થીઓ આરામથી તેના જવાબ આપી શકે છે.
વધુમાં એચઆરડી ઓફીસર્સે ઉમેર્યું કે. આ નવી પધ્ધતિથી કોઈ પણ પ્રકારનો બોજ રહેશે નહી સાયકોમેટ્રીક એનાલીસીસ તાલીમબધ્ધ રાઈટર, એવન વેબ ટેકનોલોજીથી આ પ્રશ્ર્નપત્ર તૈયાર કરાશે સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ પરીક્ષા લેવામાં આવશે.