ગુજરાતમાં અમદાવાદ, આણંદ,ભાવનગર, ભૂજ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વાપી અને વલસાડ સહિત 14 શહેરોમાં લેવામાં આવશે પરિક્ષા

 દેશની 23 આઈઆઈટી સહિતની નામાંકિત ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇએડવાન્સ આગામી 26મી મેના રોજ લેવામાં આવશે. વખતે લેવાનારી જેઇઇએડવાન્સમાં પ્રથમ વખત ઓવરસીસ સિટિઝન ઓફ ઇન્ડિયાને પણ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. ઉપરાંત 1લી ઓક્ટોબર 1999ના રોજ જન્મેલા વિદ્યાર્થીઓને જેઇઇએડવાન્સ માટે લાયક ગણવામાં આવશે, 9મી જૂને પરિણામ જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ધો.12 પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલા તબક્કાની જેઇઇમેઇન પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી એપ્રિલ માસમાં બીજા તબક્કાની જેઇઇમેઇન લેવામાં આવશે.

  પરીક્ષામાં પ્રથમ અઢી લાખમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓે જેઇઇએડવાન્સ માટે લાયક ગણવામાં આવતાં હોય છે. જેઇઇએડવાન્સનું સંચાલન દર વર્ષે જુદી જુદી આઇઆઇટી દ્વારા કરવામાં આવતું હોય છે. ચાલુવર્ષે આઇઆઇટીમદ્રાસ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લગતી સૂચનાઓ, નિયમો સહિતની વિગતો જાહેર કરી દેવામાં આવી છે. ગતવર્ષે 4 જૂને જેઇઇએડવાન્સ લેવામાં આવી હતી. ચાલુ વર્ષે વહેલી પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે વિદેશના વિદ્યાર્થીઓના પ્રવેશને લઇને કોર્ટ કેસ થયા હોવાથી ચાલુ વર્ષે ઓવરસીસ કાર્ડ ધરાવતાં વાલીઓના સંતાનોને પણ પ્રવેશ માટે લાયક ગણવાની જાહેરાત કરવામાં આવી છે. જેઇઇએડવાન્સના મેરિટના આધારે 23 આઈઆઇટી ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લુરુ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ભોપાલ, કોલકત્તા, મોહાલી, પુને, તિરુવન્નતપુરમ અને તિરુપતિ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી, વિશાખાપટ્ટનમ વગેરેમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.

 આગામી 26મી મેને રવિવારે સવારે 9થી 12 દરમિયાન પેપર1 અને બપોરે 2-30થી 5-30 પેપર2ની પરીક્ષા લેવામાં આવશે. જેઇઇમેઇનમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી ઓપન કેટેગરીમાં 96187 એટલે કે 101250 વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે. રીતે ઇડબલ્યુએસ કેટેગરીમાં 23750 સાથે કુલ 25000 અને ઓબીસીમાં 64125 સાથે 67500 અને એસસી કેટેગરીમાં 35625 સાથે 37500 ઉમેદવારોને જેઇઇએડવાન્સ માટે લાયક ગણવામાં આવશે. જેઇઇએડવાન્સ માટે લાયક બનનારા વિદ્યાર્થિનીઓએ 1600 રૂપિયા, એસસી, એસટી, વિકલાંગ વિદ્યાર્થીઓને પણ રૂ.1600 અને અન્ય વિદ્યાર્થીઓએ રૂ.3200 રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. વિદેશી અને ઓસીઆઇ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે. પરીક્ષા રહેલા 17મી મેનથી 26મી મે સુધી વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેનું એડમીટ કાર્ડ મેળવી લેવાનું રહેશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત રહેશે. ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, ભૂજ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વાપી  અને વલસાડ સહિત 14 શહેરોમાં લેવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.