જસદણમાં આજે સુન્ની મુસ્લિમ બિરાદરોએ અમન અને અકીદત સાથે ઉમટી ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરી પોતાના પયગંબરને ગર્વભેર યાદ કર્યા હતા.
ઈસ્લામ ધર્મના સ્થાપક અને દુનિયાભરને માનવતાના પાઠ શીખવાડનારા હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.)નો આજે બુધવારે ૧૪૪૭મો જન્મદિવસ હોય તેમની સ્મૃતિમાં દર વર્ષે ઈદેમિલાદ ઉજવાય છે.જસદણ, વિંછીયા, આટકોટ, ભાડલા જેવા અનેક ગામોમાં છેલ્લા ૧૨ દિવસથી સુન્ની મુસ્લિમ બિરાદરોએ પોતાના રહેઠાણ અને રોજગારલક્ષી સાધનોમાં નયનરમ્ય રોશની વાએઝ, ન્યાઝ, જેવા અનેકાએક કાર્યક્રમો યોજી પયગંબર સાહેબને યાદ કર્યા હતા. પણ આજે ઈદે મિલાદના દિવસે શહેરનાં જુમ્મા મસ્જિદેથી સવારમાં એક સુન્ની મુસ્લિમ બિરાદરોનું ભવ્ય ઝુલુશ નીકળી અમન અને ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો હતો.
આજે નબી સાહેબની સ્મૃતિમાં મુસ્લિમ બિરાદરોએ સવારે ત્રણ કલાક રજાપાળી જુલુસમાં જોડાયા નાના બાળકોને રાજી કર્યા હતા. ઈદે મિલાદ નિમિતે ઠેર ઠેર ન્યાઝનું આયોજન થયું હતુ દરમિયાન ઈકરા શૈક્ષણીક સંકુલના સંચાલક રફીકભાઈ હબીબભાઈ મીઠાણા એ જણાવ્યું કે આજે નબી સાહેબની જન્મજયંતિ પ્રસંગે નાનાથી મોટેરા દરેકને ખુશી છે. અને તેમની સ્મૃતિમાં સળંગ બાર દિવસથી આ ખુશી મનાવાય રહી છે.