આપણે જ્યારે પણ કપડા ખરીદવા જતા હોઇએ ત્યારે જો વેસ્ટર્ન આઉટ ફિટ લેવાના હોય તો પહેલો વિચાર ડેનિમનો જ આવે… ગમે તેવી પેટર્ન. ડિઝાઇન, કલર મટીરીયસ જોઇએ. પરંતુ છેલ્લી પસંદગી ડેનિમ પર જ ઉતરે છે. ત્યારે આ સીઝનનાં ટ્રેન્ડમાં પણ ડેનિમ હોટ ફેવરીટ રહ્યું છે તો આવો જાણીએ તેના વિવિધ સ્વ‚પો અંગે.
જે વ્યક્તિઓને ડેનિમમાં ટ્રેન્ડી લુક જોઇએ છે તેઓ માટે એમ્બ્રોડરી વાળા ડેનિમનું માર્કેટમાં આગમન થઇ ચુક્યું છે. તેમજ ડેનિમમાં ઓલીવ, બેબીપીન્ક, સફેદ કલર હોટ ફેવરીટ બન્યા છે.
યુવતીઓમાં ડેનિમ જેકેટ્સ ખુબ લોકપ્રિય બન્યા છે. જેમાં ક્રોપડેનિમ જેકેટ, ઓવર સાઇઝ, લોંગલાઇન અને એમ્બ્રોડરી વાળા ડેનિમ જેકેટનો સમાવેશ થાય છે. જ્યારે પ્રોફેશન અને ફંકી લુક માટે ડેનિ સ્કર્ટએ મેદાન માર્યુ છે. જ્યાં ફીંટીંગ વાળા સ્કર્ટ, બટન ડાઉન સ્કર્ટ જે કેઝ્યુઅલ ક્યુટની સાથે સાથે સેક્સી લુક પણ આપે છે.
બેલબોટમ પેન્ટનો એક જમાનો હતો. જે હવે ફરી માર્કેટમાં જોવા મળે છે જે તમારા લુકને ક્લાસી બનાવે છે. બેલ બોટમ પહેવાનો એક ફાયદોએ છે કે સ્કીનટાઇટ જીન્સ પહેરવા કરતા બેલબોટમ પહેરવાથી એકદમ કર્ંફ્ટ ફિલ થશે.
ત્યાર બાદ ડેનિમ શર્ટ, ક્રોપટોય, કોલ્ડ શોલ્ડર ટોપ, તેમજ શર્ટ હોય પણ એક ટે્રન્ડી લુક આપે છે. ત્યારે ડેનિમ પર ડેનિમ પહેરવું કદાચ અજુગતુ લાગશે પરંતુ એક વાર પહેરાશે તો લોકોના ધ્યાનને આકર્ષાય વગર નહિં રહે અને તેવી ફેશનનાં ફોલોવર્સ પણ જોવા મળશે તેમાં કોઇ શંકા નથી.