જીન્સ તો ઓલટાઇમ ફેવરીટ છે. પરંતુ જીન્સ લવરનું માનવું હોય છે કે તેણે જીન્સમાં બધા લેટેસ્ટ ડિઝાઇનને તે પહેરી ચુક્યા છે. તો તેનો એ ભ્રમ છે. કારણ કે તાજેતરમાં બજારમાં જીન્સની એક અલગ જ ડિઝાઇનની ચર્ચા થઇ રહી છે જે ડેનીમ ફેબ્રીક કે જીન્સનાં અન્ય ફેબ્રીકથી બનાવવામાં નથી આવ્યું પરંતુ જીન્સનાં ઇતિહાસમાં અત્યાર સુધીનું આ અનોખુ અને અલગ જ ઇનોવેશન છે.
આ જીન્સ વિશે વાત કરીએ તો ટ્રાન્સપેરેન્ટ જીન્સ પ્લાસ્ટીક મટીરીયલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્લાસ્ટિક જીન્સ નામથી માર્કેટમાં ઓળખાય છે.
બજારમાં પ્લાસ્ટિક જીન્સનું આગમન થઇ ગયું છે. જેનો ફોટો જોતા પહેલી દ્રષ્ટીએ તમને કશુ નહિં દેખાય પછી ધ્યાનથી જોતા જીન્સ દેખાશે. જે ડેનિમ નહીં પરંતુ એક પ્લાસ્ટિક હશે. આ જીન્સને જોતા જ તેને રેઇનકોટ જેવુ લાગશે પરંતુ રીપ્ડ જીન્સ પહેરતાં પણ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનીએ છીએ ત્યારે આ તો ટ્રાન્સપરેંન્ટ જીન્સ છે. પહેલી નજરમાં રેનકોટ જેવું જ લાગવાનું કારણ એ છે કે એમાં કપડા દેખાય છે. આટલું જાણ્યા બાદ એ સવાલ જરુર થશે કે આવી ડિઝાઇન બનાવવી જ શું કામ…..? તો તેનો જવાબ છે લોકોની ક્રિએટીવીટી…..! આ પ્રકારની દુનિયાનાં નજરીયાથી કંઇક જુદુ કરી દેખાડવાની સર્જનાત્મક શક્તિ ધરાવતા લોકોની સંખ્યા વધુ છે. અને ક્યારે શું નવું આખે તે નક્કી નથી હોતું. ત્યારે આ પ્લાસ્ટિક જીન્સ અંગે ભારતીયોનો પ્રતિસાદ જોઇએ તો ભારતમાં ગરમી પણ પ્રમાણમાં વધુ પડે છે. અને વરસાદની ઋતુમાં શિયાળામાં પણ રસ્તા પર રહેતાં લોકો પ્લાસ્ટિકની બનેલી વસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુ ગરમીની સીઝનમાં જો ભુલથી પણ આ પ્લાસ્ટિકનું જીન્સ પહેચ્યુ તો શું હાલ થશે તે વીચારવું રહ્યું.
પરંતુ એટલું તો જરુર કહી શકીએ કે ડેનીમ જીન્સનાં ચાહકો ક્યારે આ ટ્રાન્સપરેન્ટ જીન્સ પહેરવા લાગે છે. તે કહેવું થોડુ મુશ્કેલ છે પરંતુ ફેશનએ આંધળુ અનુકરણ છે એટલે જ બજારમાં આ ટ્રાન્સપરેન્ટ જીન્સ આગમનથી વિવિધ સ્વરુપે તેનો ઉપયોગ થશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.