વિધાનસભા તેમજ જિલ્લા પંચાયતની બેઠકોના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જની વરણી: તૈયારીઓનો ધમધમાટ શરૂ
જસદણ વિધાનસભાની બેઠકમાં કુંવરજીભાઈ બાવળીયાને જીતાડવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. હાલ ભાજપ દ્વારા પેટાચુંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે વિધાનસભા તેમજ જિલ્લા પંચાયતની બેઠકોના ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની વરણી પણ કરી છે.
જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીના ઈન્ચાર્જ તરીકે મોહનભાઈ કુંડારીયા, સહ ઈન્ચાર્જ હીરાભાઈ સોલંકી, સંકલન વ્યવસ્થાપન અમીભાઈ શાહ, પ્રદેશ નિયુકત ઈન્ચાર્જ ભવાનભાઈ ભરવાડ, જેઠાભાઈ ભરવાડ, શંભુનાથબાપુ ટુંડીયા તેમજ જિલ્લા પંચાયતની આટકોટ સીટમાં પ્રદેશ ઈન્ચાર્જ તરીકે ડી.કે.સખીયા, ભાનુભાઈ મેતા, જિલ્લા ઈન્ચાર્જ તરીકે ગોરધનભાઈ ધામેલીયા, સ્થાનિક ઈન્ચાર્જ તરીકે વિજયભાઈ વસાણી, સ્થાનિક સહ ઈન્ચાર્જ તરીકે મનસુખભાઈ જાદવ, સાણથલીમાં રમેશભાઈ મુંગરા, મનસુખભાઈ રામાણી, ધનજીભાઈ ભુવા, રમેશભાઈ વેકરીયા, રમેશભાઈ સાકરીયા, બાબુભાઈ ખીસરીયા, શિવરાજપુરમાં બાબુભાઈ જેબલીયા, અણભાઈ ઠુંમર, રાજુભાઈ ચાવડા, મનુભાઈ ભોજાણી, કમળાપુરમાં ગોવિંદભાઈ પટેલ, નિતીનભાઈ ઢાંકેચા, ગંગદાસભાઈ કાકડીયા, દામભાઈ કાકડીયા, રામભાઈ સાકડીયા, ભાડલામાં કિરીટસિંહ રાણા, ભુપતભાઈ ડાભી, લાખાભાઈ ડોબરીયા, મગનભાઈ મેતાળીયા, ભડલીમાં આર.સી.મકવાણા, રામભાઈ ભરવાડ, પરસોતમભાઈ સાવલીયા, મુકેશભાઈ કાળુભાઈ તલાવડીયા, વિંછીયામાં શંકરભાઈ વેગડ, ઉમેશભાઈ, હરેશભાઈ હેરભા, રામજીભાઈ રોજાસરા, હરેશભાઈ વાલાણી, પીપરડીમાં જયંતીભાઈ કવાડીયા, મનીષભાઈ ચાંગેલ, કિશોરભાઈ ગોહિલ, ગીધાભાઈ કુમારખાણીયા, જસદણ શહેરમાં નિતીનભાઈ ભારદ્વાજ, ભરતભાઈ ઉનડકટ, વલ્લભભાઈ હિરપરા, જીજ્ઞેશભાઈ હિરપરા, લાભુભાઈ કોટેશીયા, ગોંડલ વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા, નાગદાનભાઈ ચાવડા, ભુપતભાઈ વાળા, મનુભાઈ લાવડીયા, વિધાનસભા સંપર્કમાં ભરતભાઈ ગોધરા, કાર્યાલય વ્યવસ્થાપકમાં અમીતભાઈ ત્રિવેદી, વનરાજભાઈ બાંભણીયા અને અંકિતભાઈ બોઘરાને જવાબદારી સોંપવામાં આવી છે.