ડી.વાય.એસ.પી.માંથી એસ.પી.તરીકે બઢતી પામેલા ૧૫ અધિકારીઓ રાજકોટ સેન્ટ્રલ જેલના એસ.પી. તરીકે બન્નો જોષીની નીમણુંક

રાજયની વિધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર થતાની સાથે જે રાજયના ગૃહ વિભાગે ચૂંટણી પંચની મંજૂરી મેળવીને રાજયમાં ૨૫ આઈપીએસની બદલી કરી છે. અને ૧૫ પોલીસ ઈન્સ્પેકટરોની ડીવાયએસપી તરીકે બઢતી કરવામાં આવી છે. જેમાં રાજકોટ સીટી જે.સી.પી. તરીકે ખુરશીદ એહમદની નિમણુંક કરવામાં આવી છે. અને રાજકોટ સેન્ટ્રલ જેલનાં એસ.પી. તરીકે બન્નો જોષીની નિમણુંક કરવામાં આવી છે. જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ નિવૃત થતા ઘણા સમયથી ખાલી પડેલી આ જગ્યાએ અજય તોમરની સ્પેશિયલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે અને સુરતના પોલીસ કમિશ્નર તરીકે ગાંધીનગર આઈ.બી.ના આઈ.જી.પી. આર.બી. બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.

રાજયના પોલીસ બેડામાં મોટાપાયે બદલી અને બઢતીઓ કરવામાં આવી છે. જેમાં ખાસ એસ.બી.માં એડિશનલ ડિરેકટર તરીકે ફરજ બજાવતા ડી.એસ. ભટ્ટે સ્વૈચ્છીક નિવૃત્તી લેતા ખાલી પડેલી જગ્યા પર ભૂજ રેન્જના ડી.બી. વાઘેલાને નિમણુંક કરવામાં આવી છે. જયારે સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડી.જી.પી. અજય તોમરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં સ્પેશિયલ કમિશ્નર પદે મૂકવામાં આવ્યા છે.તેમજ તોમરની જગ્યાએ ગુજરાત સ્ટેટ આર્મ પોલીસ યુનિયનના એડિશનલ ડી.જી.પી.ડો. સમશેર સિંહની નિમણુંક ક્રવામાંઆવી છે. સુરતના પોલીસ કમિશ્નર તરીકે ગાંધીનગર આઈ.બી.ના આઈ.જી.પી. આર.બી. બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારના સેકટર ૨ તરીકે ફરજ બજાવતા એ.ડી.સી.ડી. એમ.એસ. ભરાડાને ગોધરા રેન્જના ડી.આઈ.જી.તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની ખાલી પડેલી જગ્યાએ કરાઈ એકેડેમીનાં પ્રિન્સીપાલ નિપુણા તોરવર્ણને મૂકવામા આવ્યા છે. અમદાવાદ ઝોન ૫ અક્ષય રાજય મકવાણા એસ.પી. પાટણ મૂકાયા છે.

તેમની જગ્યાએ જૂનાગઢના આસી. એસ.પી. વસમ શેટ્ટી રવિ તેજાને મૂકવામાં આવ્યા છે. જયારે રાજયમાં ડીવાયએસપીમાંથી એસ.પી. તરીકે ૧૫ અધિકારીઓની બઢતી આપવામાં આવી છે. જેમાં ડીવાયએસપી ગોંડલના ડો.એચ.એમ. જાડેજાને બઢતી સાથે એસ.આર.પી.ઝોન-૨ ગાંધીનગર ભૂજ એસ.પી. આઈ.બી.માં યુ.જે. જાડેજા પોરબંદર એસ.પી. મરીન ટાસ્ક ફોર્સમાં આઈ.જી.શેખ રાજકોટ સેનાપતિ, એસ.આર.પી. જુથ-૧૩માં ફાલ્ગુની આર. પટેલ અને ગોંડલ સેનાપતિ એસ.આર.પી. જૂથ ૮માં ડો.જે.એમ. ચાવડા તથા રાજકોટ સેન્ટ્રલ જેલનાં એસ.પી.તરીકે બન્નો જોષીની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.