કલોલ ખાતે યોજાયેલા સંમેલનમાં જુદી-જુદી કેટેગરીમાં ૧૦ એવોર્ડ અપાયા
જે.સી.આઈ. એટલે જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ ઝોન-૭નું ઉત્તર ગુજરાતના કલોલ ખાતે અર્ધ વાર્ષિક સંમેલન યોજયું હતું. આ સંમેલનમાં જેસીઆઈ રાજકોટ સિલ્વરને વર્ષ દરમિયાન કરેલી કામગીરી નોંધ લઈ જુદી-જુદી કેટેગરીમાં ૧૦ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અધિવેશનમાં ગુજરાતના દરેક શહેરની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરાવામાં આવી હતી અને આ કામગીરીમાં જે.સી.આઈ. રાજકોટ-સિલ્વરની કામગીરી નોંધ લઈ વિવિધ કેટેગરીના ૧૦ જેટલા એવોર્ડી જે.સી.આઈ. રાજકોટ-સિલ્વરના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતા બદલ ઝોન લીડર ભરત પટેલ તેમજ ઝોન-૭ પ્રમુખ જેસી સતીષ કોયાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ અર્ધવાર્ષિક સંમેલનમાં જેસીઆઈ રાજકોટ સિલ્વરના પાસ્ટ પ્રેસીડેન્ટ અને આ વર્ષના ઝોન સેક્રેટરી જેસી હિરેન મહેતા, પાસ્ટ પ્રેસીડેન્ટ અને આ વર્ષના ઝોન ઓફીસર જેસી મધુર નરસિયન, આ વર્ષના પ્રમુખ જેસી નુરૂદિન સાદીકોટ, સેક્રેટરી જેસી પ્રિતી દુદકિયા, જેસી નરેન્દ્ર પીપળીયા, જેસી કમલેશ પઠાની, જેસી કેતન ધોળકિયાએ હાજરી આપી હતી.