જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા ગેસફોર્ડ ચેસ કલબ, ડાયનેમીક ચેસ એકેડમી તથા વન્ડર ચેસ ગ્રુપ રાજકોટના સપોટેડ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનો તા.૨૨ને રવિવારે જસાણી વિદ્યામંદિર ખાતે દબદબાભેર ઉદઘાટન સમારંભ યોજાઈ ગયેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ-પ્રમુખ રેસકોર્ષ પાર્ક સોસાયટી, જેસી રાકેશ વલેરા-પ્રમુખ જેસીઆઈ રાજકોટ સિલ્વર, ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, આઈપીપી જેસી મધુર નર્સીયન, જેસી રવિ પોપટ, ગેસ્ફોર્ડ કલબના હર્ષદભાઈ ડોડીયા, દિપકભાઈ જાની, જેસી અતુલ આહીયા, ઈવનીંગ પોસ્ટના નટુભાઈ રાઠોડ, જેસી ભરત દુદકીયા, જેસી દિનેશ કોટેચા, જેસી મોહીઝ કપાસી તથા વલ્લભભાઈ પીપળીયા હાજર રહ્યા હતા.
સર્વ પ્રથમ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન અને દિપ પ્રાગટય કરી અને ચેસની પ્રથમ ચાલ ચાલી વિધિવત ઉદઘાટન કરી ચેસ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ હતી. પ્રાસંગિક પ્રવચનમાં જેસીઆઈ પ્રમુખ રાકેશ વલેરા દ્વારા ચેસ ટુર્નામેન્ટથી નાના બાળકોમાં બુદ્ધિનો સર્વાંગી વિકાસ થાય છે અને ચેસ રમતા હોય તો તમારો વ્યકિત તમને મારી શકતો નથી. તેમજ જેસીઆઈ રાજકોટ દ્વારા આગામી થનારા કાર્યક્રમ નહેલ્થી બેબીથ વિશે માહિતી આપેલ હતી. સમારંભના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે પ્રવચનમાં ચેસ રમતથી ખેલાડીઓના બુદ્ધિચાર્તુયમાં ખુબ જ વધારો થાય અને પારસ્પારીક ખેલ ભાવના અને ભાઈચારાની લાગણી જન્મે છે. જેસીઆઈ, ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા આવી ચેસ ટુર્નામેન્ટો થતી રહે અને રાજકોટના બાળકો ખેલાડીઓ સફળતાના શિખરો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.
કિશોરસિંહ જેઠવા ટુર્નામેન્ટ ક્ધવીનર દ્વારા ચેસ ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારંભનું સફળ સંચાલન કરેલ હતું. ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવેલ કે આ ટુર્નામેન્ટમાં યુ-૯, યુ-૧૩, યુ-૧૭ તથા ઓપન એમ ચાર કેટેગરીમાં ૧૬૦ જેટલા ખેલાડીઓએ ગુજરાતમાંથી આવેલ જેમાં ભુજ-કચ્છથી ૨૨ ખેલાડીઓએ એન્ટ્રી કરેલ.
આ ઉપરાંત જેસી રવિ પોપટ, વી.પી.કોમ્યુનિટી દ્વારા આર્ય સ્કૂલ, ક્રેઝી વર્લ્ડ ગેઈમ ઝોન, જસાણી વિદ્યામંદિરના અસ્મિતા મેડમ, ગેસ્ફોર્ડ ચેસ કલબ, ડાયનેમિક ચેસ એકેડમી, વન્ડર ચેસ કલબ તથા ચીફ આર્બિટર જય ડોડીયા, પંકજ પંચોલી, મહેશભાઈ વ્યાસ, અતુલ માંકડીયા, રાજુ લખલાણી બધા ખેલાડીઓ હાજર રહ્યા હતા.