૮૫૦ એન્ટ્રી સામે ૯૦ થી વધુ મેડલો એનાયત કરાયા

રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જે.સી.આઇ. દ્વારા આયોજીત હેલ્ધી બેબી કોમ્પીટીશન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮૫૦ એન્ટ્રી સામે ૯૦ થી વધુ મેડલો બાળકોને એનાયત કરાયા હતા. આ કોમ્પીટીશન અલગ અલગ પ કેટેગરી આધારીત હતી એ કેટેગરી મુજબ મેડલ તેમજ ઇનામો અપાયા હતા. આ તકે પૂજા હોબી સેન્ટરના બાળકો દ્વારા વિવિધ ડાન્સ પફોર્મન્સ પણ કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આ તકે જે.સી.આઇ. ના પ્રેસિડેન્ટ ગીરીશભાઇ ચંદારાણાએ બધાનો આભાર વ્યકત કર્યો હતો.  તેમજ રચનાબેને તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.