તાજેતરમાં જેસીઆઇ ઇન્ડિયાના ૨૦૧૮નાં રાષ્ટ્રીય પ્રમુખ જેસીઆઇ સેનેટર અર્પિત હાથી જેસીઆઇ રાજકોટ સિલ્વરની મુલાકાતે આવ્યા હતા જેમાં હોટેલ કે. કે. ક્રન્ચી રિપબ્લિક, રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રમુખનું નવીનતાપૂર્વક અને શાહી રીતે સ્વાગત જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વ્રારા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પ્રમુખની આ વર્ષની યોજના ઈમ્પેક્ટ ૨૦૩૦ હેઠળ ર્અપૂર્ણ પ્રોજેક્ટ્સ દ્વ્રારા સનિક સંસઓની સનિક જરૂરિયાતોને અસરકારક રીતે આયોજન કરી સનિક સ્તરની મજબૂત અસર ઊભી કરી શકાય એવા વિઝનની માહિતી પૂરી પાડી હતી.
આ વર્ષે જેસીઆઇ નુ વૈશ્વિક અધિવેશન વર્લ્ડ કોંગ્રેસ ભારતના ગોવા મુકામે આયોજન કરાયું છે. જેસીઆઇના સભ્યો પોતાના વેપારને ભારત પૂરતો સીમિત ન રાખતા વિશ્વના દરેક દેશમાં ઓળખ ઉભી કરી શકાય એવા હેતુસર રાષ્ટ્રીય પ્રમુખે તમામ સભ્યોને વૈશ્વિક અધિવેશન વર્લ્ડ કોંગ્રેસમાં સહભાગી વા અપીલ કરી હતી.જેસીઆઇ રાજકોટ સિલ્વરના વર્ષના આગામી પ્રોજેકટ સ્પીકર ઓફ રાજકોટ “હેલ્ધી બેબી કોમ્પિટિશન અને “ડિજિટલ બિઝનેસ ડિરેકટરીનું રાષ્ટ્રીય પ્રમુખના હસ્તે અનાવરણ કરવામા આવ્યું હતું. જેસીઆઇ રાજકોટ સિલ્વરના ભુતપૂર્વ પ્રમુખ થતા ઉપપ્રમુખે જેસીઆઇ ફાઉંડેશન માં યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જેસીઆઇ ઈન્ડિયા ઝોન ૭ના ઝોન પ્રમુખ જેસીઆઇ સેનેટર હિતુલ કારિયા, ઉપપ્રમુખ જેએફએમ ડો.પરાગી ગાંધી, જેસી હિમાંશુ જેઠવા, જેસીઆઇ રાજકોટ મિડટાઉનના પ્રમુખ આલોક જાની, જેસીઆઇ ગોંડલ નિર્ઝરના પ્રમુખ સચિન તેરૈયા, થતા જેસીઆઈ રાજકોટ સિલ્વરના પાસ્ટ પ્રેસિડેંટસ ઉપસ્તિ રહ્યાં હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જેસીઆઇ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી રાકેશ વલેરા અને ચેપ્ટરની સમગ્ર ટીમ એ જહેમત ઉઠાવેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com