જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એ ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના યુવાનોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે પોતાના સભ્યોને વ્યક્તિત્વવિકાસ ના વિવિધ ઉપક્રમો દ્વારા વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં અસરકારક નેતૃત્વ પ્રદાન કરવાના ગુણ ખીલવવા માટે જરૂરી તાલીમ અને તક પુરા પાડે છે.
આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ જેસીઈ પોરબંદર પ્લસ દ્વારા ઓનલાઇન અર્ધવાર્ષિક અધિવેશન સંગઠનના ક્ષેત્રીય વિભાગ ઝોન ૭ જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત ના લગભગ ૭૫ થી વધુ સ્થાનિક એકમોનો સમાવેશ થાય છે તેના ૧૦૦૦ થી વધુ ડેલીગેટ્સનુ ઓનલાઇનઅર્ધવાર્ષિક અધિવેશન મૈત્રી વેબકોન ૨૦૨૦ જે.સી.આઇ. પોરબંદર ના યજમાનપદ હેઠળ આયોજિત કરવામાં આવીરહ્યું છે.
આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઋષિકેશ ભાઈ પટેલ ધારાસભ્ય વિસનગર ઉપસ્થિત રહેવાના છે. પ્રમુખ વક્તા તરીકે જે.સી.ઈ.ઇન્ડિયા ના ભૂતપૂર્વ રાષ્ટીય પ્રમુખ જેસી. એસ.રવિશંકર છે. કોન્ફરન્સના ઉદઘાટક જે.સી.ઈ.ઇન્ડિયા ઝોન ૭ ના પ્રમુખ ૨૦૨૦ જેસી. દર્શન મેહતા કરવાનાં છે
તેમજ કલોઝીંગ ચેરમેન તારીખ ૨૬ જુલાઈ સાજે ૫.૩૦ વાગ્યે જેસી.અવધેશ ગુપ્તાઝોન ઉપપ્રમુખ કરશે. સમારોહમાં મુખ્ય મહેમાન આંતરરાષ્ટ્રીય પ્રમુખ જેસી.ઇતી માન્યેરે અને ગુજરાત નું ગૌરવ આંતરરાષ્ટ્રીય ઊપપ્રમુખ જેસી હાર્દિક કાપડિયા ઉપસ્થિત રહેવાના છે.
કોન્ફરન્સમાં વિશેષ અતિથી તરીકે જેસી ભરત પટેલ (વિસનગર), કોન્ફરન્સ ડિરેક્ટર જેસી લાખણશી ગોરણીયા, કોન્ફરન્સ ક્ધસલન્ટ જેસી હિતુલ કારિયા અને અને ઝોન ૭ ના ભૂતપૂર્વ ઝોન પ્રમુખશ્રીઓ અને વરિષ્ઠ અગ્રણી જેસી સદસ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપશે.