પુલવામામાં હુમલાના માસ્ટર માઇન્ડ મનાતા મસુદને પકડવા આતંરરાષ્ટ્રીય દબાણ આવતા પાક સરકારે હોસ્પિટલમાં સારવારના બહાને મોકલી દીધાની ચર્ચા
તાજેતરમાં કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મધાતી આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ મનાતો મસુદ અઝહર ધરપકડથી બચવા બિમાર થઇ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે. માર્યા ગયેલા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓસામા-બીન લાદેનના એક સમયના ખાસ મિત્ર એવો મસુદ અઝહર આતંકવાદી સંગઠ્ઠન જૈશએ મહંમદનો સ્થાપક છે. આ આતંકી સંગઠ્ઠને ભારતમાં સમયાંતરે અનેક આતંકવાદી હુમલાઓને કરાવ્યા છે. પુલાવામાં હુમલા બાદ આતંરરાષ્ટ્રીય દબાણ વધતા પાકિસ્તાને તેને અન્યત્ર ખસેડી દીધો હતો જે બાદ હવે જેને પકડવા પાક પર ભારે દબાણ આવતા મસુદને પાક સરકારે બિમારીના બહાના હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધાનું છે. રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઇ રહ્યું છે.
પુલવામાં આત્મઘાતી હુલાની ભયંકર ભુલ કરી બેઠેલા જૈશે મોહમ્મદના મુખ્યા ની હાલત કોઠીમાં મોઢુ ઘાલીને રોતી માની જેવી થઇ ગઇ છે. મસુદ એકાએક માંદો થઇ જતા હાલની ધરપકડ કરવાનો મુલત્વી રાખ્યાનો પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરેશી એ મસુદની ધરપકડમાં કરવામાં આવતા વિલંબ અંગેે પત્રકારોએ પૂછેલા પ્રશ્નમાં જણાવ્યું હતું કે શું મસુદ અઝહર પાકિસ્તાનમાં છે અને જો હોય તો તમે કયારે એને પકડશો?
સી.એન.એન. ના કિશ્ચિન અમનપોરે મોહમ્મદ કુરેશીના ૧૦ મીનીટના ઇન્ટરવ્યુમાં પુછયું હતું જેની સામે કુરેશીએ કહ્યું હતું કે મારી જાણકારી મુજબ તે પાકિસ્તાનમાં છે તે ખુબ બિમાર હોવાથી ઘરની બહાર નીકળી શકે તેમ નથી. જો તે સાજો હોત તો તેની ધરપકડ નિશ્ચિત છે. તેના વિરૂઘ્ધ સજજડ પુરાવા છે. તો પણ પાકિસ્તાન તેની ધરપકડ કેમ કરતું નથી. તે માંદો છે કે નહિ પાકિસ્તાન નો મુકત અને સ્વાયત ન્યાયતંત્રએ તેની વિરુઘ્ધ કામગીરી કરવી જોઇએ.
આતંરરાષ્ટ્રીય આતંકવાદીની યાદીમાં અઝહરનું નામ મુકવાનું પાકિસ્તાન આવકારતું હોય તો બન્ને દેશો શાંતિ માટે કંઇક કરવું જોઇએ. અમે નિશ્ચિત પણે તેનો વિરુઘ્ધ સજજડ પુરાવા હશે તો કામગીરી કરવા તૈયાર છીએ. અમે વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે.
યુઘ્ધની ઉભી થયેલી દહેશત નિવારવા અમે ગંભીર છીએ તેમણે કહયું હતુ કે ઇમરાનખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી બન્ને દેશના વિદેશ મંત્રીઓને મુલાકાત થવા દો. જેનાથી તનાવ દુર કરીને આપણે શાંતિનો માર્ગ અખતિયાર કરી શકીએ.
મોહમ્મદ કુરેશીએ રાષ્ટ્ર મહાસંઘની સાથે સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અને અમેરિકાના સચિવ માઇક ઓમોયો નો ભારત-પાક બનાવ નિવારવા જે રીતે રસપૂર્વક મઘ્યસ્થી કરી હતી. તેનો આભાર માન્યો હતો. પાકિસ્તાન અત્યાર સુધી ભારતમાં થતી કોઇપણ પાકપ્રરિત હિંસાની કયારેય જવાબદારી લેતું જ નથી. કાયમી ધોરણે તે પોતાની નિર્દોષતાના જુઠ્ઠાણા ચલાવતું જ રહે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક તેવર અને આતંરરાષ્ટ્રીયે મંચ ઉપર પાકિસ્તાન હવે જયારે તેના ઉંદર કારનામા માટે ઉધાડું પડી ગયું છે. ત્યારે તે ઢીલી ઢીલી વાતો કરતા શીખી ગયું છે.
પાકિસ્તાન જૈસે મોહમ્મદને ભારત વિરુઘ્ધ હથિયાર તરીકે વાપરતું જ આવ્યું છે. પરંતુ હવે તે તેની સીધી સીધી ભરે તાણી ન શકે તેમ હોવાથી તેની ધરપકડ ટાળવા ને મસુદ માંદો પડી ગયા હોવાનો બહાનું આગળ ધરતું હોવાનું જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. અત્યારે મસુદ મુદ્દે પાકની હાલત સાથે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે.