રૂ.1 હજાર કરોડના ખર્ચે મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવાશે!!
અયોધ્યામાં નિર્માણ પામી રહેલું ભવ્ય રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં શ્રદ્ધાળુઓ માટે ખુલી જશે. ભારત સહિત વિશ્વભરના શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે. રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. રામ મંદિર નિર્માણના કાની દેખરેખ રાખી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અગાઉ જણાવ્યું હતું કે, મંદિરનું મુખ્ય પરિસર 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને ત્યારબાદ તેને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.
મંદિર નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રોએ અગાઉ પણ જણાવ્યું હતું કે મંદિર નિર્માણ કાર્ય બે વર્ષની અંદર પૂર્ણ થશે અને બાદમાં પૂજા-આરાધના શરૂ થશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શનની મંજૂરી આપવામાં આવશે. જેથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા-આરાધના કરી શકશે.
આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો મુજબ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરી શકે છે.
રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023 થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો મંદિરમાં આવીને રામલલાના દર્શન કરી શકશે. આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.
જો કે તેના દર્શનની સાથે-સાથે બીજા અને ત્રીજા માળનું નિર્માણકાર્ય જારી રહેશે. 2025 સુધીમાં મંદિરનું સમગ્ર સંકુલ બની જશે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પાંચ એકરમાં ફેલાયેલું હશે અને સમગ્ર સંકુલ 70 એકરમાં ફેલાયેલું હશે. સંપૂર્ણ સંકુલ ઇકોફ્રેન્ડલી હશે. સંકુલમાંથી નીકળતું પાણી રામનગરી માટે મુશ્કેલરુપ ન બને તે માટે સીવર ટ્રીટમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે.
સંકુલમાં મોટાપાયા પર વૃક્ષાચ્છાદિત હશે, જેથી ઓક્સિજન લેવલ અને તાપમાન યોગ્ય રહે. આ દરમિયાન તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થર અને અન્ય સામગ્રીની પણ સમીક્ષા કરી લેવાઈ છે. પરકોટાને બનાવવા માટે જોધપુરથી ચાર લાખ ઘનફૂટ, પ્લિન્થ બનાવવા ગ્રેનાઇટ તેમજ મિરઝાપુરથી ચાર લાખ ઘનફૂટ, મંદિર બનાવવામાં બંસી પહાડપુરથી ત્રણ લાખ ઘનફૂટ પથ્થર પૂરા પાડવામાં આવશે. પાણીના આક્રમણથી મંદિરને બચાવવા માટે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રિટેનિંગ વોલ બનાવવામાં આવશે.
5 ઓગસ્ટ 2020ના વડાપ્રધાને રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું
ગત વર્ષે કોરોનાકાળમાં પ્રતિબંધો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. અયોધ્યામાં સરકારી કાર્યક્રમ અંતર્ગત 100થી વધુ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપવામાં આવશે.
70 એકરમાં ફેલાયેલું મંદિર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી!!
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પાંચ એકરમાં ફેલાયેલું હશે અને સમગ્ર સંકુલ 70 એકરમાં ફેલાયેલું હશે. સંપૂર્ણ સંકુલ ઇકોફ્રેન્ડલી હશે. સંકુલમાંથી નીકળતું પાણી રામનગરી માટે મુશ્કેલરુપ ન બને તે માટે સીવર ટ્રીટમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે. સંકુલમાં મોટાપાયા પર વૃક્ષાચ્છાદિત હશે, જેથી ઓક્સિજન લેવલ અને તાપમાન યોગ્ય રહે. આ દરમિયાન તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થર અને અન્ય સામગ્રીની પણ સમીક્ષા કરી લેવાઈ છે. પરકોટાને બનાવવા માટે જોધપુરથી ચાર લાખ ઘનફૂટ, પ્લિન્થ બનાવવા ગ્રેનાઇટ તેમજ મિરઝાપુરથી ચાર લાખ ઘનફૂટ, મંદિર બનાવવામાં બંસી પહાડપુરથી ત્રણ લાખ ઘનફૂટ પથ્થર પૂરા પાડવામાં આવશે. પાણીના આક્રમણથી મંદિરને બચાવવા માટે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રિટેનિંગ વોલ બનાવવામાં આવશે.