કાશ્મીરના પુલવામામાં અર્ધલશ્કરી દળો પર આત્મઘાતી હુમલાનો જબડાતોડ જવાબ આપનારી મોદી સરકારે પાકિસ્તાન પર ચોતરફથી દબાણ વધાર્યુ હતું. આતંકી હુમલાનો એર સ્ટ્રાઇકથી આકરો જવાબ આપ્યા બાદ પાકિસ્તાનની ધુસણખોરીનો જવાબ તેના એફ-૧૬ લડાકુ વિમાનને તોડીને અપાયો હતો. જે બાદ પાકની આ નાપાક હરકતોના પુરાવા ભારતે વિશ્વભરના દેશો આપ્યા હતા. જેથી, પાકિસ્તાન પર સૈન્ય ઉપરાંત રાજદ્વારી દબાણ આપ્યું હતું. જે બાદ બચાવની સ્થિતિમાં આવી ગયેલા પાકિસ્તાને હવે જૈશે મહંમદ સામેની કાર્યવાહીનો તથા મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા સામે વિરોધ નહી કરવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ યુનોમાં પાકિસ્તાન સ્થિત જેસના મુખ્ય મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની દરખાસ્ત મુકવાના છે. જેમાં મસુદ પર વૈશ્વીક મુસાફરી પ્રતિબંધ, રક્ષણ અને મિલ્કતો જપ્ત કરવાના પગલાં લેવાની જોગવાઇ છે. એક મહત્વના નિર્ણયમાં પાકિસ્તાને જેસે મોહમ્મદ સામે પગલા લેવાનું નકકી કર્યુ છે. અને જૈસે મોહંમ્મદ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયની જાહેરાત વરિષ્ઠ લશ્કરી વડાઓ સાથે કરી હતી. જો કે હજુ એ વાતની પુષ્ટિ નથી થઇ કે સરકાર કેવી રીતે જેસ સામે પગલા લેશે પરંતુ પાકિસ્તાન હવે મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીના લિસ્ટમાં થી બાકાત રાખવાના મુદ્દે યુનોમાં તેના બચાવ નહિ કરી.
વિશાળ જનહિતમાં પાકિસ્તાન હવે મસુદ અઝહર સામે યુનોની સલામતિ સમીતીની સંભવિત કાર્યવાહી સામે કોઇ વિરોધ નહિ કરે. બીજા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાને નીતી વિશે નિર્ણય કરીને મસુદ અઝહરના મામલે ભડભડ સળગી રહેલા રાજદ્વારી મામલે ધીરે ધીરે પાકિસ્તાન હાથ અઘ્ધર કરવા માંગે છે.
યુનોએ આ મુદ્દે દસેક દિવસમાં પંદર દેશોનું સલામતિ સમીતીમાં મસુદને આંતરરાષ્ટ્રીય ગુનેહગારીની યાદીમાં સામેલ કરી શકશે.છેલ્લા દસ વરસથી મસુદ અઝહરનો આ મુદ્દો સલામતિ સમીતીમાં આવે છે અને જાય છે જેમ વણઉકેલ રહેતો આવ્યો છે. અને યુનોમાં છેલ્લા દસ વરસમાં ચારવાર આ દરખાસ્ત આવી ચુકી છે. ર૦૦૯ માં પ્રથમ વાર આ દરખાસ્ત યુનોમાં મુકીને મસુદનો આંતર રાષ્ટ્રીય ગુનેહગાર જાહેર કરવાની માંગ કરી હતી.
હવે પુલવામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૪૦ જવાનોની શહાદતના પગલે હવે આ દરખાસ્ત મુકી છે આ અંગે ભારતને ચીન સિવાય તમામ રાષ્ટ્રોનો ટેકો હતો. અગાઉ પઠાણકોટમાં ૨૦૧૬ માં થયેલા હુમલો પણ મસુદના નામે ચડયો છે. ૨૦૧૭માં ચાઇના એ વિટો વાપરીને આ દરખાસ્તને પડતી મુકી હતી.
હવે પાકિસ્તાન આ મુદ્દે પોતાના હાથ ખંખેરી લેવા મહમત થયું છે. તેની હવે ચીન પણ મસુદ મુદ્દે છાવણીમાંથી દુર ખસી જાય છે. તેવું માનવામાં આવી રહ્યું છે.પાકિસ્તાન હવે આ મુદ્દે મસુદના સર્મથનમાં પક્ષકાર તરીકે યુનોમાં મસુદનો બચાવ નહિ કરે તેવું સત્તાવાર નિર્ણય લઇ લીધો છે.
પાકિસ્તાનના આ નિર્ણયને ભારતને આતંકવાદી વિરોધી લડાઇમાં હવે એક જમાનાના મોટા શત્રુનો જ સાથ મળ્યો હોય તેમ મસુદને ખતમ કરી દેવાની દિશામાં થઇ રહેલા દસ વર્ષથી થઇ રહેલા રાજદ્વારી પ્રયાસોના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સફળતા મળી છે અને નરેન્દ્ર મોદીના રાજમાં કંઇક અશકય નથી પણ બધું જ શકય છે તેના દાવો પુરવાર તેની શકયતાઓ દેખાય છે.