• ગુજરાત ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય 
  • 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો

ગુજરાત ન્યૂઝ : દેશમાં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ 7 મેના રોજ ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે વધુ સહકારી સંસ્થાના પ્રમુખ ઉમેદવાર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગુજરાત ઈફકોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં ઈફકો ચૂંટણીની મત ગણતરી શરૂ કરવાામાં આવી છે. ઈફકોના 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો છે. તેની સાથે પહેલી મત ગણતરીની બોક્સ પણ ખુલી ગયું છે. તે ઉપરાંત આ વખતે ઈફકો માટે જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને બિપિન પટેલ ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા. બિપિન પટેલને 67 મત મળ્યા હતા .  જયેશ રાદડિયાએ 114 સૌરાષ્ટ્રના મત મેળવી જીત હાંસલ કરી . 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.