વિશાળ સાગરકાંઠો અને પ્રાચીન સમયમાં પણ સાહસિક સાગરખેડુ, હિમાલયથી પણ પ્રાચીન ગિરનાર, સોમનાથ, શ્રી કૃષ્ણ, કચ્છનો પ્રાચીન ઇતિહાસ,  સંત અને શૂરવીરો અને સોરઠ, નર્મદા, મહાજનો, દાનવીરો, ભાતીગળ તેમજ સહુને સમાવતી અનોખી પરંપરાથી ધબકતા ગુજરાતનો ઓજસ્વી અતીત – આજ, રાષ્ટ્રમાં પરિવર્તનનું પરોઢ ગુજરાતથી પ્રગટતું રહ્યું છે.

IMG 20191123 WA0002

ત્યારે કૃષ્ણના સુદર્શનથી શુભત્વ સુધીની વાત અને આવતીકાલ માટેની આપણી સહિયારી જવાબદારી વિશે વિખ્યાત વક્તા જયેશ વ્યાસ અમદાવાદ ખાતે રાષ્ટ્રિય પુસ્તકમેળામાં તા. ૨૪ નવેમ્બર રવિવારે સાંજે ૬.૦૦ વાગે વક્તવ્ય અને શ્રોતાઓ સાથે સંવાદ કરશે, તેઓએ આ વિખ્યાત પુસ્તક મેળામાં ગુજરાતના વિખ્યાત કવિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કવિસંમેલનનું સુંદર અને સફળ સંચાલન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.