રાજકોટ જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમૂનીજી મહારાજ હાલ રાજકોટમાં બીરાજમાન છે. પર્વાધીરાજ પર્વ એટલે પર્યુષણ દરમ્યાન અલગ અલગ મહાનુભાવોનાં વરદ હસ્તે અલગ અલગ પ્રવૃત્તિઓની કદર કરી સમાજ સેવા કરતી પ્રવૃત્તિઓનો વિકાસ થાય એ હેતુથી જૈન સમાજ દ્વારા સંસ્થાઓનું બહુમાન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે રાષ્ટ્રીય સંત નમ્રમૂનીજી મહારાજે બોલબાલા ટ્રસ્ટની ટ્રસ્ટની જીવદયા, માનવસેવા જેવી ૪૮ જેટલી પ્રવૃત્તિઓને બિરદાવી આર્શિવચન આપ્યા હતા. અમીનમાર્ગ છે ડે ડુંગર દરબારમાં હજારો ભાવીકોની હાજરીમાં જાહેરમાં બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયનું રાજકોટ રત્ન એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યુંહતુ. આ તકે નમ્રમૂની મહારાજ, નટુભાઈ શેઠ, તથા સી.એમ.શેઠ, પ્રવિણભાઈ કોઠારી વગેરે મહાનુભાવો, તથા જૈન શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.