જુનાગઢના મહંત સંત શિરોમણી પૂ. ઇન્દ્રભારતીબાપુ તેમજ વૈષ્ણવાચાર્ય ગૌ પરાગબાબાની પધરામણી કરી
ગૌ.વા.કલ્પેશકુમાર વિઠલભાઈ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા-જામકંડોરણા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પુર્ણાહુતીની દિવસે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ-જુનાગઢના મહંત સંત શિરોમણી પૂ.ઈન્દ્રભારતી બાપુ તેમજ વૈષ્ણવાચાર્ય ગૌ.શ્રી પરાગબાવાની પધરામણી તેમજ રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહજી તેમજ દાતાઓનુ સન્માન તેમજ કથા મા સતત સાત દિવસ સુધી ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપનાર સૌ નવયુવાનો,વડીલો તેમજ મહિલા મંડળની બહેનો અને અમારા તમામ કાર્યકર્તાઓનુ સન્માન કરીને ભાગવત ભગવાનનનુ સહ પરીવાર પુજનઅર્ચન કરતા યુવા નેતા જયેશ રાદડીયા.
આ તકે પુર્ણાહુતીના દિવસે પાંજરાપોળના પ્રમુખ જયેશભાઈ રાદડીયાએ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા હાજરી આપીને અલૌકીક કાર્યક્રમને દીપાયમાન કરવા બદલ સૌ દાતાઓનો તેમજ રાજકીય,સામાજીક મહાનુભાવોનો અંત:કરણ પુર્વક આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવેલ છે.