રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સ્ટેશન રોડ અને બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સંધ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ યુવક સંધ દ્વારા રાસ ગરબા મહોત્સવ 2018 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાંચ દિવસીય રાસ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મનમુકી ને રમતાં નજરે ચડી રહ્યા હતા બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સંધ દ્વારા રાસ ગરબા મહોત્સવ માં બાવલા ચોક ને વિવિધ રોશની થી શણગાર વા મા આવેલ છે ધોરાજી નાં લગભગ ખેલૈયા ઓ મનમુકી ને રમતાં નજરે ચડી આ તકે આજરોજ રાજય સરકાર ના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ઉપસ્થિત રહ્યા અને સાથોસાથ ધોરાજી પોલીસ પીઆઇ ઝાલા સાહેબ તથા ડીવાયએસપી ભરવાડ સાહેબ તથા હરકિસન ભાઈ માવાણી, અજય માવાણી, આદિતય માવાણી, અભય માવાણી, પિયુષ હરપાળ, દીવયેશ હરપાળ, બીપીન વઘાસીયા, અશ્વિન વઘાસીયા અન્ય સામાજિક રાજકીય આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત 18 તારીખ ને ગુરૂવાર નાં રોજ રાતે નવ વાગે રાવણ ના પુતળા નુ દહન કરવામાં આવશે જેમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનાં વરદ હસ્તે વીસ ફુટ નો ઉંચો રાવણ નું દહન કરવામાં આવશે.