માત્ર 16 વર્ષની વયે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર ગઝલ ગાવાનું શરૂ કર્યુંને 1941માં એચ.એમ.વી.એ પ્રથમ ગઝલ ડિસ્ક બહાર પડી હતી, હિરો તરીકે નૂતન માલાસિંહા,સુરૈયા,શ્યામા,નાદિરા જેવી ટોચની હિરોઇન સાથે 13 ફિલ્મો કરી હતી

ગઝલ ગાયન માટે ફિલ્મ જગતનો પરફેક્ટ વોઇસ તલત મહેમૂદનો હતો, તેના અવાજમાં મધુરતા અને કરૂણતા સાથેનું દર્દ હતું, અભિનેતા તરીકે કામની શરૂઆત કરીને બોલીવુડના ‘શહેનશાહ એ ગઝલ’નું બિરૂદ મેળવ્યું હતું, 1992માં તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો

ફિલ્મ ગાયક તલત મહમૂદનો જન્મ 24 ફેબ્રુઆરી 1924માં થયો હતો. તેમનું નામ ફિલ્મ જગતમાં ગઝલ સંગીત માટે હમેંશા અમર થઇ ગયું હતું. તેમની પાસે મખમલી અવાજ હતો. જુની ફિલ્મોના શ્રેષ્ઠ ગીતો આજે પણ યાદ કરે છે. ખ્યાતનામ ગઝલ ગાયક જગજીતસિંહ તેનાંથી ઘણા પ્રભાવિત થયા હતાં. 1950 થી 1960નાં દશકામાં સમગ્ર દેશમાં નરમ અવાજ માટે પ્રખ્યાત થઇ ગયા હતાં. તેમનું અવસાન 9 મેં 1998માં 74 વર્ષે મુંબઇમાં થયું હતું. તેની સફળતમ ફિલ્મી ગાયક કારકિર્દી 1939 થી 1986 સુધી રહી હતી.

તલત મહેમૂદનો જન્મ લખનવમાં થયો હતો. બચપણથી જ તેમનો લગાવ સંગીત તરફ વધુ હતો. તે રાત-દિવસ મોટા-મોટા સંગીતકારોના કાર્યક્રમનો આનંદ માણતા હતાં. રૂઢીવાદી મુસ્લિમ પરિવારના તલતને ગાયનક્ષેત્રે પરિવારમાંથી પ્રોત્સાહન મળ્યું ન હતું. ઘર અથવા સંગીત આ બે માંથી જ્યારે પસંદગીની પરિવારની વાત આવી ત્યારે તેને સંગીત પસંદ કરીને ઘર છોડ્યું જો કે દશ વર્ષ પછી તેનો સ્વીકાર થયો ખરો.

એક પ્રતિભાશાળી ગાયક ઉપરાંત ખૂબ જ હેન્ડસમ તલત મહેમૂદ હતા, તેથી તેને નૂતન, માલાસિંહા, સુરૈયા જેવી અભિનેત્રી સાથે ઘણી ફિલ્મોમાં હિરો તરીકે કામ કર્યું. જેમાં 1945માં રાજલક્ષ્મી, 1947- તુમ ઔર મે, સંપતિ- 1949, અરમાન- 1951, ઠોકર- 1953, દિલે નાદાન 1953, વારિસ – 1954, રફ્તાર – 1955, દિવાલી કી રાત 1956, એક ર્ગાંવ કી કહાની 1957, લાલારૂખ 1958, માલિક 1958 ને 1958માં સોને કી ચિડીયા જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો. જેમાં તેણે અભિનેત્રી કાનન બાલા, કાનન દેવી, ભારતી દેવી, મધુબાલા, શ્યામા, નાદિરા, સુરૈયા, રૂપમાલા, નુતન, માલા સિંહા જેવી સાથે કામ કર્યું હતું. 1960માં રોક એન્ડ રોલનો જમાનો આવ્યોને તલત મહેમૂદને કામ મળવાનું ઓછું થઇ ગયું. આમેય રફી-મુકેશના આગમનથી તેનાં ગીતો સંગીતકારો ઓછા લેવા લાગ્યા હતાં.

1956માં પૂર્વ આફ્રિકામાં સંગીત કાર્યક્રમો આપવા વાળા તે પ્રથમ ભારતીય ગાયક કલાકાર હતા. તેમણે અમેરિકા, યુકે, વેસ્ટ ઇન્ડિસ જેવા દેશોમાં કાર્યક્રમો આપીને લોકોના દિલ જીતી લીધા હતાં. 1991 સુધી તેઓ વિવિધ કાર્યક્રમો કરતાં રહ્યાં હતાં. તેમણે ગાયક તરીકે 800 થી વધુ ગીતો ગાયા છે.

તલત મહેમૂદના ગીતો સંગીત પ્રેમીઓ માટે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. જેટલા ફિલ્મ રિલીઝ વખતે હતા. તેઓ સ્વભાવે શાંત, સરળ હતા. તેમનો અવાજ મખમલી, રેશમ જેવો હતો. તેમની સાથે કામ કરતા તમામ સંગીતકારો તેમની નરમ દિલથી પ્રભાવિત હતા. અભિનેતા દિલિપકુમાર તો તેને “એક આદર્શ સજ્જન” કહેતા હતા. મહેંદી હસન, જગજીતસિંહ જેવા વિવિધ ગઝલ ગાયકો માટે એક પથદર્શક હતાં. તલત મહેમૂદે ગઝલ ગાયન માટે જીવંત યોગદાનને કારણે તેમને ફિલ્મ જગતમાં બહુ ઉચેરૂ સ્થાન પ્રાપ્ત થયું છે. 1950માં શ્રેષ્ઠ મેઇલ સીંગર તરીકે બહુ જ પ્રખ્યાત હતાં.

તલત મહેમુદે બંગાલી ફિલ્મ અભિનેત્રી નસરીન સાથે લગ્ન કર્યાને પુત્ર-પુત્રી જન્મ થયો હતો. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં છાયા, ઉસને કર્હાં થા, દેખ કબીરા રોયા, ફૂટપાથ, સુજાતા, મદહોશ, જર્હાંઆરા, દાગ, દિલે નાદાન, અનહોની, પતિતા, યાસ્મીન, એક ર્ગાંવ કી કહાની, લૈલા-મજનુ, બાબુલ, દાગ જેવી હિટ ફિલ્મોના ગીતો સંગીત રસીયા માટે અવિસ્મરણીય છે. છેલ્લે તેમણે ‘વલી એ આઝમ’ ફિલ્મમાં હેમલતા સાથે યુગલ ગીત ગાયુ જેમાં ચિત્રગુપ્તનું સંગીત હતું. તેમણે 12 ભાષાઓમાં વિવિધ ગીતો ગાયા હતાં. તેમનાં મીઠા ગીતો લોકો આજે પણ યાદ કરે છે.

1949માં બરસાત હિટ બની ત્યારે એજ અરસામાં શંકર-જયકિશન નવાં-નવાં હતાં. ‘બાબુલ’ ફિલ્મમાં તલત મહેમુદ પાસે ગીતો ગવડાવ્યાને હિટ થઇ ગયા. નૌશાદે શમશાદ બેગમ સાથે તલત મહેમુદના ઘણા ગીતો બનાવ્યા જે પસંદ પડી જતાં તલતે 16 ગીતો ગાયાને ગાયક કલાકાર તરીકે નામના મેળવી. નૌશદના સાથ છૂટવાથી બીજા સંગીતકારો તેમની પાસે ગીતો ગવડાવા લાગ્યા. 50 થી 60 વચ્ચે તલત મહેમુદની ગાયકીનો સુવર્ણ યુગ ગણી શકાય. અભિનેતા બનવાના શોખને કારણે ગાયકમાં ઘણી ફિલ્મો છૂટી ગઇ પણ જેટલી ફિલ્મોમાં ગીતો ગાયા તે બધા જ લાજવાબ ગીતો ગાયા હતાં. જેને આજે પણ જૂના ગીતોના ચાહકો યાદ કરે છે.

તેમણે દર્દ અને પ્રેમનાં શ્રેષ્ઠ ગીતો સાથે કેટલીક અદ્ભૂત ગઝલો પણ ગાઇ હતી. 1960ની શરૂઆતમાં બહુ જ કામ ઓછું થયું. ‘સુજાતા’ ફિલ્મનું “જલતે હે જીસકે લીયે” ગીતએ જમાનામાં શ્રેષ્ઠ ગીત તરીકે ગણાવા લાગ્યું. પણ 1966માં “જર્હાં આરા” ગીત ગાયાને પછી મદન મોહનના આવ્યા બાદ ફિલ્મ સંગીતનું સ્વરૂપ બદલાયુંને તલત મહેમુદ જેવા અવાજ માટે કોઇ તક ન રહી. પછી ગેર ફિલ્મી ગીતો માટે તે પર્યાય બની ગયા હતાં. તેમનો અવાજ ગઝલ ગાયન માટે બહુ જ ફિટ હતો. માત્ર 16 વર્ષની વયે આકાશવાણી લખનવમાં ગાવાનો મોકો મળ્યો. એચ.એમ.વી. કંપનીએ તેમની પ્રથમ રેકોર્ડ બનાવી ત્યારે માત્ર 6 રૂા. માં ગીત રેકોર્ડ કર્યું હતું. જેની રેકોર્ડ સેલીંગે પણ રેકોર્ડ તોડ્યો હતો.

તલત મહમૂદનાં હિટ ગીતો

  • ફિર વોહી શામ….વોહી ગમ…જર્હાં આરા
  • મેં દિલ હું એક અરમાન ભરા…. અનહોની
  • અશ્કોને જો પાયા હૈ…… ચાંદી કી દિવાર
  • એ ગમે દિલ ક્યા કરૂ….. ઠોકર
  • બે રહમ આસમાન…… બહાના
  • હમ સે આયા ન ગયા……… દેખ કબીરા રોયા
  • સબકુછ લુંટા કે હોંશ મે આપે….. એક સાલ
  • યે હવા યે રાત યે ચાંદની….. સંગદિલ
  • અંધે જર્હાં કે અંધે રાસ્તે…. પતિતા
  • સીનેમે સુલગતે હે અરમાન…..તરાના
  • અય મેરે દિલ કહીં ઔર ચલ…… દાગ
  • જાયે તો જાયે કર્હાં…. પતિતા
  • મેરી યાદ મેં તુમના આંસુ બહાના…..મદહોંશ
  • આંસુ સમજ કે કયુ મુજે…. છાયા
  • તેરી આંખ કે આંસુ પી જાઉ…. જર્હાં આરા
  • જીંદગી દેનેવાલે સુન….. દિલ એ નાર્દાં
  • રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે… એક ર્ગાંવ કી કહાની
  • મિલતે હી આંખે દિલ હુઆ દિવાના કિસી કા…. બાબુલ
  • હોકે મજબુર મુજે ઉસને ભૂલાયા હોગા …. હકિકત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.