ભુજ ના ધારાસભ્ય દત્તક લીધેલ  હંગામી આવાસ ના લોકોની હાલત કફોડી બની ગઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે તો આ વિસ્તારની અનેક સમસ્યાઓ માટે આ વિસ્તારના રહેવાસીઓ જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે તેવી એક ચર્ચા અહીંના રહેવાસીઓમાં થઇરહી છે.

ગત 2001માં આવેલા ભયાનક ભૂકંપ ની અંદર ભુજ શહેરના લોકોની હાલત અતિ કફોડી બની ગઇ હતી અને સરકાર દ્વારા જેમના મકાન પડી ગયા હતા તેમને અલગ અલગ વિસ્તારોમાં ફાઇબર વાળા મકાનો બનાવી આપવામાં આવ્યા હતા જેમાં આરટીઓ રિલોકેશન પ્રમુખસ્વામી નગર નવી રાવલવાડી અને જીઆઇડીસી પાસે હંગામી આવાસ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ધીમેધીમે સ્થિતિ થાળે પડી જતા પાકા મકાનો ના ડ્રો ના લીધે અમુક સરકારી નીતિ નિયમ મુજબ રૂપિયા ભરી પાક્કા મકાનો આપવામાં આવ્યા હતા તો હંગામી આવાસ માં પણ શરૂઆતમાં અભિયાન સંસ્થા દ્વારા મકાનો બનાવી દેવામાં આવેલ.

તો આ વિસ્તારને ભુજના ધારાસભ્ય  નીમાબેન આચાર્ય એ દત્તક લીધેલ ની વાતો થઈ રહી છે ત્યારે ખરેખર જો સત્તાધારીઓ દ્વારા દત્તક લેવાયું હોય અને કાઉન્સિલરો પણ સત્તાધારી પક્ષના હોવા છતાં પણ કોઈપણ જાતની પુછપરછ કરાતી હોય તો અહીંની પ્રજાને પડતી મુશ્કેલી અંગે કોની પાસે જવું તે એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે

ખરેખર આ શેડમાં તાળા મારી પોતાના પારકા મકાનમાં જનાર લાભાર્થીઓએ સામેથી વહીવટીતંત્રને અથવા તો ભાડા તંત્રને આ શેડ ની ચાવી સોંપવી જોઈએ તો તેનો કબજો લાગતા-વળગતા તંત્રે પોતાના હસ્તગત કરી લેવો જોઈએ જેથી આ સરકારી તંત્ર ની ખરાબો જમીન ઉપર  સરકારે બનાવેલા શેડને વેચી ન શકે અને અન્ય જેઓ પાસે મકાન નથી તેઓને  આવાં મકાનો સોંપી દેવા જોઈએ તેમ છતા ચાલ્યા જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી એક ચર્ચાએ હંગામી આવાસ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ બાબતે આગળ કોણ આવે છે રાજકારણ કે તંત્ર ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.