અનુભવી જમાદાર ભૂત બંગલાની વિગત જણાવવા જયદેવને લોધિકાથી દૂર લઈ ગયો
ફોજદાર જયદેવે પીઢ અનુભવી જમાદાર યશવંત ચીન્દુ પાટીલને ફોજદાર કવાર્ટરનાં અગાઉ બનેલા બનાવ અંગે વાત કરવા કહેતા પાટીલે પ્રથમ કહ્યું કે જવાદો ને સાહેબ કયારેક નીરાંતે વાત. પરંતુ જયદેવને પોતે જે મકાનમાં રહેતો હતો તે મકાન અંગેની વાતો જાણવાની તાલાવેલી લાગી હતી. પાટીલે કહ્યું સાહેબ અહી જાહેરમાં નહિ ખાનગીમાં કહીશ જેથી જયદેવે કહયુ તો બપોરે જમીને મારા કવાર્ટર ઉપર જ આવી જજો ત્યાં વાત કરીશું તો પાટીલે એકદમ બંને હાથ ઉંચા કરીને કહ્યું ‘નહિ સાહેબ કવાર્ટર ઉપર નહિ, સાંજે રોડ ઉપર ચાલવા જઈશું ત્યાં વાત કરીશ પરંતુ બપોર બાદ જયદેવને અગત્યના કામ અંગે બહાર જવાનું થયું અને જાણવાની ઈંતેજારી ચાલુ જ રહી.
બે ત્રણ દિવસ એમ જ નીકળી ગયા અને એક દિવસ સાંજના જયદેવને પાછી ઈંતેજારી વાળી વાત યાદ આવી અને પાટીલને બોલાવ્યો પાટીલે કહ્યું સાહેબ તમે લીધી વાત મૂકતા નથી અને બંને જણા ગોંડલ રોડ ઉપર ચાલતા થયા એકાદ કિલોમીટર ચાલતા એક પુલીયું આવ્યું ત્યાં બંને જણા બેઠા પાટીલ અવઢવમાં હતો કે વાત કરવી કે કેમ? અને કરવી તો કેવી રીતે કરવી? જયદેવ તેના બંને પ્રશ્ર્નો સમજી ગયો. અને કહ્યું વાત કરવામાં અલંકારીક ભાષા કે પ્રાસ મેળવવા નો નથી કે કોઈ પૂરાવો રજૂ કરવાનો નથી રહી વાત ડરવાની, હું કોઈ ચીજથી ડરતો નથી મારે તો ફકત હું જે મકાનમાં રહું છું તેના બે પ્રશ્ર્નો ઉદભવ્યા છે. તે ફોજદાર ચૌધરીનો અનુભવ અને ચાર વર્ષ પહેલા નિવૃત થયેલ ફોજદાર વલીચાચાએ વાત પૂછેલ કે તમે ‘ફોજદાર કવાર્ટરમાં જ રહો છો?’ અને પોતે ગામમાં ભાડે રહેતા હતા. અને છેલ્લે કહેલ કે તમો ‘પાક’ ઈન્સાન છો વાંધો નહિ આવે તે અંગે જાણવા જ માગું છું. જમાદારને એમ હોય કે ફોજદારની નાની ઉંમર છે એકલા છે તો કદાચ ડરી જશે તેથી જયદેવે ચોખવટ કરી લીધી.
આવા ડરના અનુભવ જયદેવને ગામડામાં રહેલો એટલે ઘણા થયેલા પરંતુ તે ૧૪-૧૫ વર્ષનો હતો અને હાઈસ્કુલમાં ભણતો ત્યારે પરીક્ષાઓની તૈયારી કરવા ત્રણચાર મહિના પરીક્ષાને વાર હોય ત્યારે વહેલી સવારે વાંચવા ઉઠતો ત્યારે બનેલ તે બનાવ તેને યાદ આવી ગયો વાંચવા માટે તે સામાન્ય રીતે સાડાત્રણ ચાર વાગ્યે ઉઠતો પણ રજાઓ હોય તો રાત્રે બે વાગ્યે પણ વાંચવા ઉઠતો અને સવાર પડતા નિંદર આવે તો અવનવા નુસખા કરતો પરંતુ ખાસતો તે પાંચેક વાગ્યે નદીના સામા કાંઠે જઈને સ્નાન કરી આવતો જેથી તેની ઉંઘ ઉડી જતી અને પછી ચોટલી બાંધી અભ્યાસ કરતો.
જયદેવના ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નદીનાં સામાકાંઠે પાણીના હોજ પાસે પાણીના ટાંકા નીચે ધણા બાથ‚મ બનેલા હતા આ બાથ‚મે જવા માટે જયદેવના ઘેરથી નીકળી એક લાંબી બજાર તે પછી ચોરો અને પછી બહુચર માનું મંદિર પછી ગામનો ગોંદરો અને તે પછી નદી હતી જેનો પટ ખૂબજ પહોળો અને ઉંડો હતો સામા કાંઠે કીનારા ઉપર બાથ‚મ અને તે પછી આંબાના વન અને જમ‚ખના વૃક્ષો દાડમના વૃક્ષો પુષ્કળ હતા બાથ‚મની દક્ષીણે એક જૂનુ સ્મશાન કે કબ્રસ્તાન બીન ઉપયોગી પડયું હતુ આ તમામ જગ્યાઓમાં દિવસ ઉગે ત્યાં સુધી ઘનધોર અંધા‚ રહેતુ અને ચિત્ર વિચિત્ર તમરાના અવાજો અને ચીબરી ધુવડના અવાજો પણ આવતા ગામના પાદરમાં રાત્રીનાં અંધા‚ જ રહેતુ અને બહુચર માના મંદિરેથી ચોરો કે જે ઠાકર દ્વાર હતુ જેની ઓસરી ચોવીસે કલાક ત્રણ બાજુથી ખૂલ્લી રહેતી હોય ત્યાં લાઈટ અને અજવાળુ રહેતું આ ચોરા ઉપર દિવસે અને મોડીસાંજ સુધી વયસ્ક અને નિવૃત માણસો ભેગા થઈને બેસતા આ ચોરાથી પૂર્વે સીધ્ધી બજાર ચારસો મીટર અને બજાર પૂરી થાય ત્યાં ડાબે જમણે બે રસ્તા પડે ત્યાં વચ્ચે એક ઈલેકટ્રીકનો થાંભલો અને ત્યાં અજવાળુ રહેતુ. અને તે થાંભલાથી જમણે જતા રસ્તા ઉપર જયદેવનું ઘર હતુ.
જયદેવને વાંચતા વાંચતા ઉંધનું ઝોલુ આવતા તે તુરત જ ઉઠીને ટુવાલ સાબુ લઈને નહાવા માટે ઉપડયો બજાર ચોરે થઈને ગોંદરે આવ્યો ઘનઘોર અંધા‚ અને બધુ સુમસામ હતુ તે નદીમાં ઉતર્યો છ મહિના નદી ખાલી જ રહેતી ચારે બાજુ તમરાના અવાજ વચ્ચે કયાંક કયાંક ચીબરીનો તીખો અવાજ આવી જતો પણ જયદેવ રાબેતા મુજબ નદી પાર કરી બાથ‚મ ઉપર પહોચ્યો બાજુમાં જ એક ધેધુર વડલો હતો જયદેવ દિવસે ન્હાવા આવતો ત્યારે કપડા વડલા નીચે જ બદલતો અને રાખતો પણ ત્યાંજ જયદેવ તે મુજબ વડલા નીચે જઈ કપડા બદલી નહાવા માટે બાથ‚મ તરફ જતા જ પડતર સ્મશાનમાં આવેલ આંબલીના ઝાડમાંથી ધુવડના અવાજ આવવા લાગ્યા એ ગમે તે હોય ગામડામાં રાત્રીનાં ધુવડ બોલે એટલે માણસો અપશુકન સમજતા. જયદેવનો મિત્ર રાજુ કહેતો કે ધુવડ ખરાબજ બોલે તેવું નહોય સા‚ પણ બોલતુ હોય. પરંતુ જયદેવ કાંઈ ધુવડની ભાષા જાણતો નહિ. તેને ધુવડ એટલે ભયંકર અને રાત્રીના નીકળે તે નીશાચર ખરાબ હોય તેમ માનતો. પરંતુ જયદેવ તો રાબેતા મુજબ બાથ‚મમાં જઈને નાહિને વડલા નીચે આવી ટુવાલ લઈ ડીલ કો‚ કરી કપડાબ દલાવી ને ઘર તરફ પ્રયાણ ચાલુ કરી દીધું નદીમાં થોડે દૂર જતા એક પથ્થર પગ સાથે અથહાયો અને જયદેવ ચમકી ગયો પરંતુ ખૂબ બારીકાઈથી જોયં તો ઠેસ વાગી હતી તે નદી પાર કરી ગામના પાદરમાં થઈ ચોરા પાસે આવ્યો બધા અવાજો સંભળાતા ઓછા થઈ ગયા હતા.
ચોરા પાસે આવતા જ સીધી બજારમાં જોયું તો સામે આવેલ ઈલેકટ્રીક થાંભલા નીચે અજવાળામાં એક ડોશી સફેદ છૂટ્ટાવાળવાળી અને કપડામાં તો ફકત લાલ ચણીયો અને વાદળી બ્લાઉઝ પહેરેલ હતુ ખૂબજ વિચિત્ર પહેરવેશ લાગતો હતો પ્રથમ જયદેવને કોઈ ગાંડી બાઈ લાગી પરંતુ જયદેવનું ઘર તે થાંભલાથી જમણે થોડે દૂર જ હતુ. તે વિસ્તારમાં આવી ગાંડી બાઈ હતી જ નહિ તેવો ખ્યાલ આવતા જ તે ચોરા પાસે જ ઉભો રહી ગયો અને શંકા ગઈ કે કોઈ ‘કારણ’ તો નથીને? જયદેવને વાંચવાનું મોડુ થતુ હતુ તેને જલ્દી ઘેર જવું હતુ પરંતુ આ ‘કારણ’માં નાહક પડવાનું મન થયું નહિ. તે ચોરે બેસી ગયો કે હમણા ડોશી ચાલી જશે. પરંતુ ડોશીતો ઈલેકટ્રીક લાઈટ નીચે ગોળ ગોળ આંટા મારતી હતી અને પંદરેક મીનીટ જવાનું નામ લીધું નહિ જયદેવ મૂંજાયો નકકી આજે ‘કારણ’ ભટકાઈ ગયું. જો તે ચોરા બાજુ આવશે તો પોતાને ગોંદરે કે નદીમાં ભાગવાની તેની હિંમત નહોતી કેમકે ત્યાં વાતાવરણ જ ભયંકર હતુ તેમાં આ ‘કારણ’ આજે જયદેવ બરાબર ફસાયો અને બેઠા બેઠા પરસેવે રેબઝેબ થઈ ગયો વિસેક મીનીટે ડોશી ચાલી ગઈ બાદ તે ધીમે ધીમે ઉભી બજારે ચાલતો થયો કે જો પાછી આવે તો દોડીને પાછા ચોરે આવી જવાય. પરંતુ ડોશી પાછી આવી નહી અને જયદેવ ઝડપથી ઘરમાં ઘુસી ગયો.
તેણે તેના મોટાભાઈને જગાડીને આ બનેલ બનાવની વાત કરી તો તેણે ઘડીયાળમાં જોઈને કહ્યું’તું તો ભારે ભણેશ્રી અડધી રાત્રે ત્રણ વાગ્યે નહાવા જા છો તો આમજ થાય ને? આતો સા‚ થયું બજારમાં ઘર પાસે તેં જોયુ જો નદી કે બાથ‚મે અંધારામાં જોયુંં હોત તો તા‚ શું થાત? જયદેવ કહે જે થયુંં તેજ થાત, પરંતુ શું થયું તે સમજણ નથી પડતી. જયદેવે આ વાત મનમાં રાખી દિવસનાં સમયે બજારમાં કે સ્કુલે જતા આવતા આ બનાવ વાળી જગ્યાની આજુબાજુના રહીશો ઉપર નજર રાખી બે દિવસમાં જ બનાવ વાળી જગ્યાની બાજુની શેરીમાં એક ઓટલા ઉપર એક માજી બાળકોને રમાડતા હતા જયદેવને સહેજ વહેમ ગયો અને હિંમત કરી બે દિવસ પહેલા રાત્રે ઈલેકટ્રીક થાંભલા નીચે તમે આંટા મારતા હતા? તેમ તેમને પુછી લીધું માજી એકદમ શરમાઈ ગયા અને શરમાતા શરમાતા કહ્યું હા બેટા ગરમી હતી અડધી રાત્રે કોણ જુએ એમ માની ઓઢણી માથે નહોતી નાખી અને નીંદર નહોતી આવતી એટલે આંટો મારવા બહાર નીકળી હતી.
જયદેવને પ્રાસ મળી ગયો અને કહ્યું માજી મે ચોરેથી તમને જોયા તો વાળ પણ છૂટા અને હું ગભરાઈ ગયો હતો અને મારે વાંચવાનું પણ મોડુ થયું. માજી કહે હવે ધ્યાન રાખીશ બેટા જયદેવને આ ભૂતકાળ નો ભયજનક પરંતુ સુખાંત બનાવ સંપૂર્ણ પણે સ્મૃર્તિપટ ઉપર આવી ગયો.
પાટીલે જયદેવને વિચારતો જોઈને પુછયું શું વિચારો છો સાહેબ વાત સાંભળવીજ છે ને? ડરી તો નહિ જાવને? બાકી લોધીકામાં બીજી કોઈ રહેવાની ખાસ સુવિધા નથી. જયદેવે મગ‚રીથી પાટીલને કહ્યું જમાદાર વાત સાંભળવા જ તમને અહિં લાવ્યો છું . પાટીલે વાત ચાલુ કરી કે સાહેબ આ ફોજદાર કવાર્ટરમાં લગભગ કોઈ રહેતુ નથી. ફેમીલી સાથે તો નહિ જ અગાઉ ના સમયમાં ઝાલા સાહેબ આવેલા તેમણે દરબારગઢમાં મકાન ભાડે રાખેલું વલીચાચા પણ બજારમાં રહેતા છેલ્લે ચૌધરી સાહેબ અને તે પહેલા એક રાવ કરીને ફોજદાર સાહેબ આવેલા તે બંને આ બંગલામાં રહેતા જયદેવને તો ચૌધરી સામેથી માગીને બદલી કરાવીને લોધીકા આવેલા અને બેચાર મહિના માં સીક રજામાં કેમ ભાગી ગયા તે વાત જાણવી હતી તેથી તે વાત કરવા જ કહ્યું.
પાટીલે વાત શ‚ કરી, એક વખત મારી નોકરી રાત્રીનાં આઠથી સવારના આઠ વાગ્યા સુધીની પીએસઓ તરીકેની હતી અને ચૌધરી સાહેબ રાત્રીના નવ સાડાનવ સુધી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. અને અલક મલકની વાતો કરતા હતા અને ત્યાર બાદ તેમના કવાર્ટર ઉપર જતા રહેલ લોધીકામાં રાત્રીનાં નવ એટલે અડધી રાત્રી હોય તેમ સુમસામ થઈ જતુ કોઈ જાગતુ નહિ કોઈ વાહન વ્યવહાર પણ નહિ રાત્રીનાં અગીયારેક વાગ્યે પાટીલે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી તે તથા તેનો કોન્સ્ટેબલ બંને સુઈ ગયેલા
રાત્રીનાં આશરે બે વાગ્યે પોલીસ સ્ટેશનનો દરવાજો જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો પાટીલે ઝડપથી દરવાજો ખોલ્યો તો ફોજદાર ચૌધરી પોતાના બેગ બીસ્તરા સામાન સાથે પરસેવે રેબ ઝેબ ઉભા હતા. જે દરવાજો ખૂલતાજ સીધા અંદર આવી ખુરશી ઉપર બેસી ગયા પાટીલ તથા કોન્સ્ટેબલે સામાન અંદર લઈ ફોજદાર ચૌધરીને પાણી આપ્યું. પાટીલ સમજી ગયો કે ફોજદાર સાહેબ ગભરાઈ ગયેલા છે. થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહિ પછી પાટીલે વિવેકથી પૂછયું શું સાહેબ ખરાબ સપનું આવ્યું? ચૌધરી કહે શું રાખ સપનું આવે? અને સપના આવે એટલે કોઈ સામાન બેગ બીસ્તરા સાથે અડધી રાત્રે નીકળી હાલે? અરે આ સામાન સાથે મને કોઈ અગમ્ય ચીજે કવાર્ટર બહાર ફેંકયો છે.
પાટીલ બધુ સમજી ગયો તે પોતે પોલીસ લાઈનમાંથી ઘેર જઈ ખાટલો લઈ આવ્યો અને પોલીસ સ્ટેશનમાંજ પથારી કરી દીધી અને ચૌધરી આડે પડખે થયા. પરંતુ સવારે ચૌધરીને સખત તાવ આવેલ હોઈ દવાખાને જઈ દવા લીધી અને સામાન લઈને લોધીકાથી ગયા તે પાછા આવ્યા જ નહિ. પાટીલે વાત પૂરી કરી હોય તેમ લાગતા જયદેવે વધુમાં પૂછયું કે આ તો તાજેતરનો બનાવ છે. પણ નિવૃત ફોજદાર વલીચાચાતો ચાર વર્ષ પહેલાની પણ કાંઈક હકિકત જાણતા હતા તેનું શું?
પાટીલ વાતો કરતા કરતા જયદેવના હાવભાવ જોતો હતો કે જયદેવ ડરે છે કે કેમ? પરંતુ જયદેવે તો સ્કુલ અને કોલેજ કાળમાં આવા કંઈક ગતકડા જોઈ નાખેલા તેને આવી વાતથી કોઈ અસર થયેલી નહિ. પરંતુ વાત કરતા કરતા પાટીલ જ ડરી ગયો હોય તેમ લાગ્યું. છતા પાટીલે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો પોતાની જવાબદારી નહિ તેમ માની જયદેવને જ પૂછી નાખ્યું સાહેબ પછી તમે ડરીતો નહિ જાવને? પાટીલ તથા લોધીકાના સ્ટાફને જયદેવ સાથે ખૂબ લગાવ હતો જો આવા સરળ આનંદી અને સલામત અધિકારી જો કાંઈ બને અને બદલાઈને ચાલ્યા જાય તો બધાને મુશ્કેલી થાય. સલામત અધિકારી એટલે વેજીટેરીયન અને નોન આલ્કોહોલીક અધિકારી બીજા અસલામત અધિકારી માટે ઘણી વખત આવી સગવડો આવા અગવડો વાળા ગામમાં કરવી ધણી મુશ્કેલી રહેતી,.
જમાદારે જયદેવને તે ડરી તો નહિ જાય ને એમ પૂછયું એટલે જયદેવ ને પાંચ વર્ષ પહેલાનો પાલીતાણાનો ખતરનાક અને ભયંકર અનુભવ યાદ આવી ગયો.