નિરંજનભાઇ શાહે પણ ચેતેશ્વરની સિઘ્ધીનો ઐતિહાસિક ગણાવી
રાજકોટના પનોતા પુત્ર અને ટીમ ઇન્ડીયાની ધ વોલ ગણાતા ચેતેશ્વર પુજારાએ આજે પોતાની ક્રિકેટ કારકીદીમાં એક ઐતિહાસિક સિમાચિન્હ હાંસલ કર્યુ છે. ભારત વતી 100મી ટેસ્ટ રમનારો ચેતેશ્વરભારતનો 13મો અને ગુજરાતનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ સિઘ્ધ બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહે અભિનંદન પાઠવ્યા હતા.આજે નવી દિલ્હી ખાતે શરુ થયેલી ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા પોતાના જીવનની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.
રપ જાન્યુઆરી 1988ના રોજ રાજકોટ ખાતે જન્મેલા ચેતેશ્વરે વર્ષ 2000 માં જુનીયર ક્રિકેટમાં ડેવ્યું કર્યુ હતું. તે પ્રથમ રણજી ટ્રોફીી મેચ ર00પમાં વિદર્ભ સામે રમ્યો હતો. 2010માં તેને ટેસ્ટ કેપ મળી હતી. પોતાની પ્રથમ ટેસ્ટ પુજારા ઓસ્ટેલીયા સામે રમ્યો હતો. તે ઓસી. સામે રર, ઇગ્લેન્ડ સામે ર7, સાઉથ ઓફિક્ર સામે 17, ન્યુઝીલેનડ સામે 1ર, વેસ્ટ ઇન્ડીઝ સામે 9, શ્રીલંકા સામે 7, બાંગ્લાદેશ સામે પ અને અફધાની સ્થાન સામે એક ટેસ્ટ રમ્યો છે. 99 મેચમાં તેને 19 સદી અને 345 અર્ધીસદીની મદદથી 7021 રન બનાવ્યા તેનો હાઇએસ્ટ સ્કોર 206 રન છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહે ચેતેશ્વર પુજારાને 100 ટેસ્ટ મેચ રમવાની સિઘ્ધી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પુજારા ભારતનો માત્ર 13મો એવો ક્રિકેટર છે જે 100 ટેસ્ટ મેચ રમ્યા હોય તે ખુબ જ ડેડીકેટેડ ખેલાડી છે. તેની રમત ખુબ જ સારી છે અને સાથે ઘણી રણજી ટ્રોફી મેચ રમ્યા છીએ તેની રમતને મેં ખુબ જ નજીકથી નિહાળી છે.આગામી દિવસોમાં તે ક્રિકેટમાં નવા સીમાચિન્હનો હાંસલ કરે તેવી શુભકામના પાઠવી હતી.
બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે ચેતેશ્વર પુજારાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પુજારા જેવા ટેલેન્ટેડ બેટસમેનો ખુબ જ ઓછા હોય છે. કે જેનું સંપૂર્ણ ફોકસ માત્રને માત્ર ક્રિકેટ પર હોય તે ઇન્ટરનેશનલ કે ફર્સ્ટ કલાસ ક્રિકેટ તમામમાં એક જ પોઝીશન પર એક જ સરખી એકાગ્રતાથી રમે છે.
પુજારાનું સુનિલ ગાવસ્કર અને દિલ્હી ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન
રાજકોટના ક્રિકેટર ચેતેશ્વર પુજારા આજે દિલ્હીમાં કરિયરની 100મી ટેસ્ટ રમી રહ્યાં છે. આ અવસર પર પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને અરુણ જેટલી સ્ટેડિયમ દ્વારા તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પૂજારાને 100મી ટેસ્ટ મેચની કેપ ટ્રોફી આપી હતી અને તેને શુભેચ્છા પાઠવી હતી.
આ ખાસ સન્માન સમયે પૂજારાના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ દ્વારા પણ 100મી ટેસ્ટ મેચ માટે પૂજારાનુ સન્માન કરવામાં આવ્યું હતું. તે ભારત માટે 100મી ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય ક્રિકેટર બન્યો છે.