લુખ્ખાગીરી કરનારાઓની પીઠ પર હું ટેટું ચિતરી દઈશ: બાપૂની સટાસટી: કડવા પાટીદાર સમાજ નો રણટંકાર:સમાજ ના અસ્તિત્વ અને પ્રગતિ માટે ભાજપ ને સમર્થન:જયરાજસિહ સ્વિકાર્ય નેતા
ગોંડલ ના રાજકારણ નુ એપી સેન્ટર ગણાતા અને કડવા પાટીદાર ની વસ્તી ધરાવતા મોવિયા માં સર્વોદય એજ્યુકેશન કેમ્પસ માં મળેલા કડવા પાટીદાર સમાજ ના સંમેલન મા મોટી સંખ્યા માં હાજર રહેલા ઉદ્યોગપતિઓ, તબીબો સહીત સમાજ શ્રેષ્ઠીઓ એ એક સુર માં આગામી વિધાન સભા ની ચુંટણી માં ભારતીય જનતા પાર્ટી ને સમર્થન જાહેર કરી નીતી સ્પષ્ટ કરી દીધી છે.ગોંડલ પંથક માં વીસ હજાર મતદારો સાથે નિર્ણાયક ગણાતા કડવા પાટીદાર સમાજ ના રાજકીય સંગઠન સમીતી ના નેજા હેઠળ મોવિયા મા મળેલા સંમેલન માં કિશોરભાઈ અંદીપરા એ જણાવ્યું કે રાજકારણ માં ગોફણીયા મારવા સહેલા છે પણ સમાજ હીત જાળવવુ કઠીન છે.જ્યારે અરાજકતા કે અસ્થિરતા વધતી જાય ત્યારે કોઈ પણ સમાજે પ્રભુત્વ બતાવુ જરુરી છે.ગોંડલ ના રાજકારણ મા ઝંઝાવાત નો દૌર શરુ થયો છે.ત્યારે કડવા પાટીદાર સમાજે તેનુ સ્ટેન્ડ નક્કી કરી લીધુ છે.
છેલ્લા સમય થી કેટલીક અફવાઓ અને દુવીધાઓ ના માહોલ વચ્ચે શંકાકુશંકાઓ દુર કરવા સમાજે આ નિર્ણય લીધો છે.અંદીપરાએ વધુ મા જણાવ્યુ કે કડવા પાટીદાર સમાજ ખટપટ કે અહંકાર ની નીતીરીતી ને બદલે તમામ સમાજ ને સમજદારી સાથે નુ પ્રતિનિધિત્વ આપી રહેલા જયરાજસિહ જાડેજા તથા ભાજપ ને સમર્થન આપે છે. સંમેલન માં ઉપસ્થિત માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ શાબ્દિક સટાસટી બોલાવી કેટલીક વ્યક્તિઓ સામે માર્મિક વ્યંગબાણ ચલાવ્યા હતા.તેમણે કહ્યુ કે રાજકારણ માં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી.જયંતિભાઈ ઢોલ ગઈ કાલે પણ મિત્ર હતા અને આજે પણ છે પરંતુ તેમણે ક્યાં બેસવુ તેની સભાનવસ્થા ગુમાવી છે.તેમણે કહ્યુ કે ધારાસભા લડવા ઇચ્છુક એક જુથે તો ધારાસભ્ય પણ નક્કી કરી લઇ હવે તાલુકા પંચાયત, નગરપાલીકા કે માર્કેટ યાર્ડ ના પ્રમુખો નક્કી કરવા નાં દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે.
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે રીબડા ની આસપાસ ની જમીનો ના સોદા કઇ રીતે પાર પડે છે એ જગજાહેર છે.અને ભુતકાળ પણ જાણીતો છે. તેમણે કહ્યુ કે ખેડૂતો ની ધરોહર સમા ગોંડલ માર્કેટ યાર્ડ ને મારા જીવ ના જોખમે સલામત રાખીશ.ગુંડાગીરી સામે હુ પહેલા પણ અડીખમ હતો અને આજે પણ છુ.લુખ્ખાગીરી કરનારાઓ ની પીઠ પર હુ ટેટુ ચિતરી દઇશ.પચ્ચીસ વર્ષ થી ટેટુ ની મારી આ એજન્સી આજે પણ યથાવત છે. તેમણે વધુ માં કહ્યુ કે મેં અલગઅલગ કરંડીયા રાખ્યા છે.કોઈ ને કરંડીયા બહાર નીકળવા નહી દઉ. જયરાજસિહે કહ્યુ કે વાતાવરણ તંદુરસ્ત બનાવવા તમારી જરુરીયાત છે.આ સમાજ નાં ખંભે બેસી ને ચુટાયો છુ એ ભુલ્યો નથી.
સંમેલન મા ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા એ કહ્યુ કે ગોંડલ મા 1998 થી વિકાસ ની વણથંભી યાત્રા શરુ થઈ છે.આપણે તેમા ફરી સામેલ થવાનુ છે.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર સમાજ ના છે.ત્યારે આપણા સમાજ નુ ભવિષ્ય મજબુત બનાવવા પરીપકવ નિર્ણય જરુરી છે.તેવુ કહી જયરાજસિહ સવઁમાન્ય આગેવાન હોવાનુ જણાવ્યુ હતુ.
સંમેલન માં એ.પી.નરોડીયા,જાગૃતિ સ્કુલ ના મંત્રી વલ્લભભાઈ કનેરીયા,ભરતભાઇ પરવડીયા, ચિરાગભાઇ દુદાણી એ જ્ઞાતિ સંગઠન ને મજબુત બનાવી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવતો નિર્ણય લેવાયા નુ જણાવ્યુ હતુ. સંમેલન માં કિશોરભાઈ કાલરીયા, ભાગઁવભાઇ અંદીપરા, અનુભાઇ અમૃતિયા, ડો.મહેશ બોકરવડીયા, ડો.હિતેશ કાલરીયા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાણ, રવિભાઈ કાલરીયા, અશોકભાઈ પરવડીયા,મનીષભાઈ ગોલ, અશ્ર્વીનભાઇ પાચાણી,મનુભાઈ જીવાણી સહીત ઉપસ્થિત રહ્યા હતા.