ગુજરાતી રોમ-કોમ ફિલ્મો ફિલ્મ રસિકોને હાલ વધુ પસંદ આવી રહી છે. બૉલીવુડના અભિનેતાઓ, નિર્માતા અને દિગ્દર્શકો પણ ગુજરાતી ફિલ્મોમાં રસ દાખવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક ફિલ્મ દર્શકોને હસાવવા રીલીઝ થવા જઇ રહી છે. અર્બન ગુજરાતી ફિલ્મોમાં હવે બૉલીવુડ અભિનેતાઓ પણ કામ કરી રહ્યા છે અને આ ફિલ્મ સાથે એક દિગ્ગજ બૉલીવુડ અભિનેતા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શામેલ થનાર છે. ગુજરાતી રોમ-કોમ ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’નું ટ્રેલર અને ગીત ‘નોટિ નોટિ’ હાલ ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે ફિલ્મનુ એક ગીત ‘આંખોને આરે’ આજે રીલીઝ થયું છે.

Screenshot 13 9

રાધા શ્યામના જેવી છે તારી મારી પ્રીત 

ફિલ્મનુ ગીત ‘આંખોને આરે’ જાવેદ અલી અને પલક મુછછાલ દ્વારા ગાવામાં આવ્યું છે. ગીતમાં મ્યુઝિક કશ્યપ સોમપુરાએ આપ્યું છે. તો ગીતો મેઘા અંતાણી દ્વારા લખવામાં આવ્યા છે. ગીતના દ્રશ્યો એકદમ રમણીય અને મનને શાંતિ આપનારું છે. જ્યારે કોરિયોગ્રાફી કેનીલ સંઘવીએ કરી છે.

ડાયરેક્ટર ધર્મેશ મહેતાની રોમ-કોમ ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ 3 જૂનના રોજ રીલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મ અત્યારથી જ ચર્ચાનો વિષય બની છે અને કોઈ એક વાત નહિ ફિલ્મની ઘણી એવી બાબતો છે જે પ્રથમ વાર ઘટી છે અને ચર્ચાનું કારણ બની છે. આ ફિલ્મથી ધર્મેશ મહેતા પહેલી વાર પ્રોડ્યુસર બન્યા છે તો ફિલ્મના કો-પ્રોડ્યુસર એવા સમીર દોશી, પ્રવીણ બોહરા અને નિમેશ શાહની પણ પહેલી ફિલ્મ છે એવા સમાચાર મળ્યા છે. ઉપરાંત અનેક લોકોના અલગ અલગ કારણોસર પ્રથમ ફિલ્મ બની છે.

Screenshot 7 18
કેવું આપણું અનોખુ પ્રેમ સંગીત

અમિત આર્યન દ્વારા લખાયેલી આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો હાર્દિક સાંગાણી, પૂજા જોષી, જોની લિવર, જિમિત ત્રિવેદી, સંગીતા ખાનાયત અને અનંગ દેસાઈએ ફિલ્મ માં મુખ્ય કિરદાર નિભવ્યા છે. પ્રખ્યાત અભિનેતા કે જે પોતાની આગવી રમૂજી શૈલીના કારણે પ્રખ્યાત છે તેવા જોની લીવર આ પહેલા એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરી ચૂક્યા છે. તેમની ફૂલ લેન્થ આ પ્રથમ ફિલ્મ છે.

નમનરાજ પ્રોડક્શન્સ બેનર હેઠળ બનનાર આ ફિલ્મના ડાયરેક્ટર અને નિર્માતા ધર્મેશ મેહતા છે. સૂત્રો અનુસાર ‘જયસુખ ઝડપાયો’ની મોટામાં મોટી વિશિષ્ટતા એ કે આ આખી ફિલ્મ માત્ર ૧૯ દિવસમાં શૂટ થઈ છે.

Screenshot 14 7

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.